Home Tech ફેસબુક એકાઉન્ટ હેક કરીને અથવા તેના નામ જેવું નવું એકાઉન્ટ બનાવીને યૂઝર્સના...

ફેસબુક એકાઉન્ટ હેક કરીને અથવા તેના નામ જેવું નવું એકાઉન્ટ બનાવીને યૂઝર્સના પરિચિતો પાસેથી પૈસા માંગવાની પ્રથા ચાલી રહી છે.

26
0

સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પર એકાઉન્ટ્સ બનાવનારા યૂઝર્સ માટે ખરાબ સમાચાર છે. બજારમાં સાયબર ફ્રોડની નવી પદ્ધતિ આવી છે. અત્યારે ફેસબુક એકાઉન્ટ હેક કરીને અથવા તેના નામ જેવું નવું એકાઉન્ટ બનાવીને યૂઝર્સના પરિચિતો પાસેથી પૈસા માંગવાની પ્રથા ચાલી રહી છે.
જેના કારણે સેંકડો લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા, પરંતુ હવે સાઈબર માર્કેટમાં છેતરપિંડીની નવી રીત બહાર આવી છે. આ નવી પદ્ધતિ સંપૂર્ણપણે સ્ક્રીનશોટ બ્લેક મેઈલિંગ છે. જેનાથી બચવા માટે યૂઝર્સે કિંમત ચૂકવવાની ફરજ પડે છે. સાઈબર નિષ્ણાતોના મતે આ પદ્ધતિ પહેલાં કરતાં વધારે જોખમી છે. વ્યક્તિ પાસેથી નાણાં એકત્રિત કરવા ઉપરાંત તેના વાંધાજનક સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યાં છે. આવા કિસ્સાઓમાં હેકર અથવા ગુનેગારને પકડવો મુશ્કેલ થઇ જાય છે. દિલ્હી પોલીસના સહયોગથી હેકિંગ અને સાયબર ઇસ્યૂ પર કામ કરી રહેલા સાઇબર નિષ્ણાતે જણાવ્યું હતું કે, આજકાલ સાઇબર ફ્રોડના કેસો ઝડપથી વધી ગયા છે.
આવા ફ્રોડના કિસ્સાઓ સામાન્ય રીતે રોજ આવે છે. આ કિસ્સાઓ ખાસ કરીને એવા લોકો સાથે થાય છે કે જેઓ તેમના ફેસબૂક એકાઉન્ટ્સની વિગતો જાહેર રાખે છે. જેમા હેકર ખાસ કરીને તમારા ફ્રેન્ડલિસ્ટ પર નજર રાખે છે. આ સિવાય જે લોકો પોતાના ફોટો લોકોને બતાવવા માટે ઉત્સુક હોય છે તેઓ ખાસ ફ્રોડનો ભોગ બને છે.
આ રીતે થાય છે સ્ક્રીનશોટ બ્લેક મેઈલિંગ
સૌ પ્રથમ ગુનેગારો તમારા વાસ્તવિક એકાઉન્ટને જુએ છે. ત્યારબાદ તમારા લેખનની ભાષા, તમારી સંપૂર્ણ વર્તણૂકનું વિશ્લેષણ કરે છે. પછી નવી આઈડી બનાવીને તેમાં તમારો ફોટો મૂકે છે. જે બાદ બનાવટી આઇડી દ્વારા લોકો સાથે ચેટ કરે છે. તેઓ ધ્યાન રાખે છે કે, જો તમે સ્ત્રી છો તો તેઓ સાથે ચેટ કરે છે અને જો તમે પુરુષ છો તેઓ પુરુષ સ્ત્રી સાથે ચેટ કરે છે. જેમાં તેઓ વાંધાજનક ફોટાઓનો વધારે ઉપયોગ કરે છે. આટલું કર્યા બાદ તેઓ આ ચેટનો સ્ક્રીનશોટ ઓરિજિનલ ID પર મેસેંજરનો ઉપયોગ કરીને મોકલે છે. જે જોઇને તમે તેમનો સંપર્ક કરો એટલે તેઓ તમને મેસેંજર પર કોલ કરીને તમારી પાસે પૈસાની માંગણી કરશે. જો તમે તે આપવાની ના પાડશો એટલે તેઓ જે વાંધાજનક ફોટાવાળી ચેટ છે તેના સ્ક્રીનશોટ વાઇરલ કરવાની ધમકી આપશે. આ પ્રકારના સાઇબર ફ્રોડના કિસ્સા બહાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે તેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કર્યા વગર તે વ્યક્તિને ગુનેગારના સાબિત ના કરવો જોઇએ. બની શકે છે કે તે વ્યક્તિ હેકર્સ અને ગુનેગારોના કાવતરાનો ભોગ બન્યો હોય.
નવા પ્રકારના ફ્રોડથી બચવા માટે આટલું કરો
ફેસબૂક એકાઉન્ટ પર પર્સનલ વસ્તુઓ શેર કરવાનું ટાળો.
જો લોકો પહેલાથી તમારા મિત્ર છે તેમને જ ફ્રેન્ડ લિસ્ટમાં એડ કરો.
લાઇવ લોકેશન સાથે સ્ટેટસ અપલોડ કરવાનું ટાળો.
જો આ પ્રકારના કોઈ સ્ક્રીનશોટ તમારી પાસે આવે છે તો પોલીસને જાણ કરો.


Previous articleભારતીય મૂળના અમેરિકન ઉમેદવાર કેટલીય અડચણોને પાર કરી રહ્યા છે અને ચૂંટણીમાં જીતી રહ્યા છે.
Next articleરાજ્યોમાં અગાઉ શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here