Home Kheda (Anand) નડીયાદમાં ગરીબોની બેલી સરકાર થીમ હેઠળ કાર્યક્રમ યોજાયો

નડીયાદમાં ગરીબોની બેલી સરકાર થીમ હેઠળ કાર્યક્રમ યોજાયો

17
0

નડીયાદમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦ સહિતના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાયું
ખેડા જિલ્લામાં ગરીબ હિતલક્ષી કાર્યક્રમમાં લાભાર્થીઓને અનેકવિધ લાભો અને સહાય ચુકવાઇ
આજે સમગ્ર રાજ્યમાં વડાપ્રધાનશ્રીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ગરીબ હિતલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં પણ તમામ તાલુકા તથા શહેરોમાં ગરીબ હિતલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખે નડિયાદ ખાતે વિવિધ વિભાગોના યોજનાકીય લાભો એનાયત કરતા જણાવ્‍યું હતું કે ખેડા જિલ્‍લામાં પ્રધાનમંત્રી ઉજ્જવળા યોજનાનો કુલ – ૨૨૭૭ લાભાર્થીઓ લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત વેક્સિનેશનમાં ખેડા જિલ્‍લામાં થયેલ કામગીરીની પ્રસંશા કરી જિલ્‍લા વહિવટીતંત્રને અભિનંદન પાઠવ્‍યા હતા અને સાથે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી હતી.




ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્‍લામાં કુલ – ૨૧ કાર્યક્રમો થકી અંદાજીત ૪૫૦૦ જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કીટ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત ખેડા જિલ્‍લામાં કુલ ૧,૧૮,૮૧૫ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.આ કાર્યક્રમમાં ગ્રામવિકાસ, સામાજિક ન્‍યાય અને અધિકારીતા અને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણનાં અનેક લાભાર્થીઓને ચેક – સહાય વિતરણ કરવામાં આવ્‍યા હતા.આ પ્રસંગે જિલ્‍લા કલેકટરશ્રી કે.એલ.બચાણીએ રસીકરણ મહાઝુંબેશમાં ૧૮ વર્ષથી ઉપરનાં જન જનને જોડાવા અનુરોધ કર્યો હતો અને ગરીબોની બેલી સરકારની યોજનાઓ અંગે જાણકારી આપી લાભાર્થીઓને લાભ સીધા જ પહોંચે તે માટેના રાજ્ય સરકારના આ ઉદે્શને સાચા અર્થમાં જનસેવાનો કાર્યક્રમ ગણાવ્‍યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઇ દવે, અધિક જિલ્લા કલેક્ટરશ્રી બી.એસ.પટેલ, નિયામકશ્રી ગ્રામ વિકાસ એજન્સી શ્રી આર.ટી ઝાલા, મનોજભાઇ જોષી, ચંદ્રકાંતભાઇ, નડીયાદ ગેસ એજન્સીના યતીનભાઇ શાહ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ
Next articleરસીકરણ મહાઝુંબેશમાં ખેડા જિલ્લાના ગ્રામ કક્ષાથી લઇ શહેર સુધીના જન જન જોડાયા:સંભવિત આપદાઓ સામે લડવા રસીકરકણ જરૂરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here