Surat

લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ પ૦(પચાસ) વ્યકિતઓની મંજૂરી રહેશે

લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ર૦ (વીસ ) વ્યકિતઓની મંજૂરી રહેશે.

આ જાહેરનામું ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૮/૦૪/૨૦૨૧ થી તા.૦૫/૦૫/૨૦૨૧ (બંને દિવસો સહિત અથવા તો અન્ય હુકમ થાય ત્યાં સુધી ) સુધી અમલમાં રહેશે.

કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડૉ. એમ.ડી.મોડિયાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટીફીકેશન અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબ સુધારો/અમલવારી કરવા ફરમાવ્યું છે.
૧) આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ પ૦(પચાસ) વ્યકિતઓની મંજૂરી રહેશે.લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
ર) અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ર૦ (વીસ ) વ્યકિતઓની મંજૂરી રહેશે.
૩) સમગ્ર જિલ્લામાંસરકારી,અર્ધ સરકારી,બોર્ડ, કોર્પોરેશન,બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું કલીયરીંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ, રીપેરર્સ, સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકરો,ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા પ૦ ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.
૪) સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક , સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
૫) સમગ્ર જિલ્લામાંપ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.
૬) તમામ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/ પૂજારીશ્રીઓ ધ્વારા જ કરવાની રહેશે.
૭) પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ પ૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
૮) અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR TEST સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ધ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે.
૯) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૧૦) તા.૦૧/૦૪/૨૦૨૧ના જાહેરનામાની અન્ય સુચનાઓ તથા સરકારશ્રીની કોવિડ-૧૯ની અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.
આ જાહેરનામું ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૮/૦૪/૨૦૨૧ થી તા.૦૫/૦૫/૨૦૨૧ (બંને દિવસો સહિત અથવા તો અન્ય હુકમ થાય ત્યાં સુધી ) સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલ-૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ કલેક્ટર અને મેજીસ્ટ્રેટ – ભરૂચે એક જાહેરનામા ધ્વારા જણાવ્યું છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.