સાપુતારા. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ધીમુ પડતા અહી નહિવત વરસાદ નોંધાવા પામ્યો છે.
ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ધીમુ પડતા ધસમસતી નદીઓનાં વહેણ થોડાક શાંત બન્યા છે.ડાંગ જિલ્લામાં વરસાદનુ જોર હળવુ થતા ગઈ કાલે ડુબાણમાં ગયેલા કુલ 19 પૈકી આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ 14 માર્ગો ઉપરથી વરસાદી પાણી ઓસરતા આ માર્ગો ફરી આવાગમન માટે ચાલુ થવા પામ્યા છે.જ્યારે અન્ય પાંચ માર્ગોમાં વઘઇ તાલુકાનાં સુપદહાડ-સૂર્યાબરડા રોડ, નાનાપાડા-કુમારબંધ રોડ,અને માછળી-ચીખલા-દિવડ્યાવન રોડ,તથા આહવા તાલુકાના બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ જે બપોર બાદ આવાગમન બાદ ચાલુ થયા હતા.વઘઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળેલાહવામાન બુલેટિન અનુસાર આગામી તા.૧૯મી સપ્ટેમ્બર સુધી જિલ્લામાં સરેરાશ 3 થી 4 મી.મી.વરસાદની આગાહી કરવામા આવી છે.આ સાથે જિલ્લામા આગામી પાંચ દિવસો દરમિયાન 12 થી 23 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દક્ષિણ-પશ્ચિમી પવન રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.ડાંગ જિલ્લામાં પાછલા દિવસો દરમિયાન નોંધાયેલા શ્રીકાર વરસાદ બાદ નાળા, પુલો, માર્ગો, ખેતી અને પશુપાલન, વીજ, સહિત વન વિભાગને થયેલા નુક્શાનીના સર્વે સહિત, જિલ્લાના જનજીવનને ફરી ધબકતુ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રે રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરી છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આહવા અને સુબિર પંથક વરસાદ વિના કોરાકટ નોંધાયા હતા. જ્યારે સાપુતારા પંથકમાં 02 મિમી,અને વઘઇ પંથકમાં 02 મિમી વરસાદ નોંધાયો હતો.
Home South-Gujarat ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બુધવારે વરસાદી માહોલનું જોર ધીમુ પડ્યુ:-બુધવારે દિવસ દરમ્યાન નહિવત...