Home India ફ્રાંસથી ખરીદેલાં રાફેલ વિમાન આજે સત્તાવાર રીતે વાયુસેનાના લડાકૂ વિમાનના બેડામાં સામેલ...

ફ્રાંસથી ખરીદેલાં રાફેલ વિમાન આજે સત્તાવાર રીતે વાયુસેનાના લડાકૂ વિમાનના બેડામાં સામેલ થશે…

8
0

ભારતીય વાયુસેનાને આજે પોતાની નવી તાકાળ મળવાની છે. ફ્રાંસથી ખરીદેલાં રાફેલ વિમાન આજે સત્તાવાર રીતે વાયુસેનાના લડાકૂ વિમાનના બેડામાં સામેલ થશે. રાફેલને અંબાલાના એરબેઝ પર 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝમાં સામેલ કરવામાં આવશે. અંબાલા એરબેઝ પર આજે સવારે રાફેલની ઈન્ડક્શન સેરેમનીમાં વાયુસેનાને સોંપવામાં આવશે. તેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેંસ પાર્લે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લી અને ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અંબાલા પહોંચ્યા હતા. આ અગાઉ ફ્રાંસના રક્ષામંત્રીના ભારત આગમન પર તેઓને પાલમ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Previous articleઅમદાવાદ શહેરના તમામ બસરૂટો પર દોડતી થઈ જશે.
Next articleરાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(આઇએમએ) દ્વારા રાજકોટમમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here