ભારતીય રિઝર્વ બેંક (RBI) પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ (POS)ને નવો સ્વ-અધિકારવાળો QR કોડ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડિજિટલ પેમેન્ટ (Digital Payment) ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર માટે RBIએ આ નિર્ણય લીધો છે. RBIનું કહેવું છે કે, સ્માર્ટફોન્સ આ સમયે દેશવ્યાપી થઈ ગઈ છે અને ઈ-પેમેન્ટના આધારે QR બનતાં જઈ રહ્યા છે.
ભારતમાં 3 QR કોડ ચલણમાં છે. ભારત QR, UPI QR અને સ્વ-અધિકાર QR. તેનો એકબીજાનું પરિચાલન થઈ શકે છે. હાલના સમયમાં ભારત ક્યુઆર અને યુપીઆઈ ક્યુઆર ઈન્ટર ઓપરેબલ છે. તેનો મતલબ કે કોઈપણ એપ આ ક્યુઆર સ્ટીકરને વાંચી શકે છે.
RBIના આ નિર્ણયથી ટ્રાન્સિટ સિસ્ટમમાં સમસ્યા આવશે. ટ્રાન્સિટ સિસ્ટમનો પોતાનો ક્લોઝ્ડ લૂપ પેમેન્ટ કાર્ડ સિસ્ટમ હોય છે. હવે તેઓને કાર્ડથી ક્યુઆર કાર્ડ પેમેન્ટમાં શિફ્ટ થવું પડશે. આરબીઆઈ હજુ વધારે ઈન્ટર ઓપરેબલ ક્યુઆર કોડ લોન્ચ કરવાની સંભાવનાઓ અને અન્ય મુદ્દાઓ પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવી હતી. આ સમિતિની ચેરમેન દીપત ફાટક હતા.
સમિતિની બેઠક બાદ રિઝર્વ બેંકે નિર્ણય કર્યો કે, હાલ યુપીઆઈ ક્યુઆર અને ભારત ક્યુઆર જ ચલણમાં રહેશે. જે પેમેન્ટ કંપનીઓ નવો ક્યુઆર તો઼ લોન્ચ કરવા માગે છે તેને આ બંને પર પરિચાલન તૈયાર કરવા માટે 31 માર્ચ 2022 સુધીનો સમય આપ્યો છે. આરબીઆઈએ તમામ પેમેન્ટ ઓપરેટર્સને 31 માર્ચ 2022 સુધી ઈન્ટર ઓપરબેલ ક્વિક રિસ્પોન્સ કોડ અપનાવવા કહ્યું છે.