Home Business દેશની ઇકોનોમીમાં રિકવરીની સ્થિતિ ખરાબમાં ખરાબ સ્તરે પહોંચીને બે આંકડામાં મંદીનાં ખતરનાક...

દેશની ઇકોનોમીમાં રિકવરીની સ્થિતિ ખરાબમાં ખરાબ સ્તરે પહોંચીને બે આંકડામાં મંદીનાં ખતરનાક તબક્કે જઈ રહી છે…

95
0

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને ૫૦ લાખને પાર કરી ગઈ છે અને છેલ્લા એક અઠવાડિયાથી નવા કેસની સંખ્યા ૮૫ હજારને પાર કરી રહી છે ત્યારે દેશની ઇકોનોમીમાં રિકવરીની સ્થિતિ ખરાબમાં ખરાબ સ્તરે પહોંચીને બે આંકડામાં મંદીનાં ખતરનાક તબક્કે જઈ રહી છે. ગોલ્ડમેન સાશ દ્વારા માર્ચ ૨૦૨૧નાં અંતે ભારતનો ગ્રોથ રેટ ઘટીને માઇનસ ૧૪.૮ ટકા રહેવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
આ અગાઉ એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા ભારતનો GDP ગ્રોથ માઇનસ ૯ ટકા રહેવાનો અંદાજ રજૂ કરાયો હતો. ર્ંઈઝ્રડ્ઢ દ્વારા ભારતની ઇકોનોમી ગગડીને ૧૦.૨ ટકા રહેવાની ધારણા રજૂ કરાઈ હતી. કોરોનાને કાબૂમાં લેવાનાં સરકારનાં પ્રયાસો નિષ્ફ્ળ જઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર બિઝનેસ એક્ટિવિટી અને વપરાશી માગને ફટકો પડયો છે. અગાઉ સરકાર દ્વારા લોકડાઉન તબક્કાવાર ઉઠાવી લેવામાં આવ્યા પછી ઇકોનોમીમાં રિકવરી શરૂ થઈ હતી જેને ફરી ફટકો પડયો છે.
ગ્રોથ રેટ માઇનસ ૧૧.૮ ટકા રહેવાની શક્યતા
ફીચ રેટિંગનાં એક યુનિટ ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચનાં મુખ્ય અર્થશાસ્ત્રી સુનીલકુમાર સિંહાનાં જણાવ્યા મુજબ વિશ્વમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે ભારતમાં પહેલા તબક્કાને કાબૂમાં લેવાયો નથી. તેમના મતે આ વર્ષે ભારતની ઇકોનોમી માટે ખરાબ સ્થિતિ સર્જાઈ શકે છે અને ગ્રોથ રેટ માઇનસ ૧૧.૮ ટકા રહેવાની શક્યતા છે. એપ્રિલથી જૂનનાં પહેલા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ૧૯૯૬ પછીની ખરાબમાં ખરાબ સ્થિતિએ રહ્યો હતો. આ પછી ગોલ્ડમેન સાશ દ્વારા GDP ગ્રોથ રેટમાં ઘટાડો કરાયો છે.
બ્લૂમબર્ગનાં નિષ્ણાતોનાં મતે ભારતમાં ૨૦૨૧માં ગ્રોથ રેટ -૧૦.૬ ટકા રહેશે, ૨૦૨૨નાં વર્ષમાં તેમાં રિકવરી જોવાશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here