Home Business રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના છ માસિક ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના છ માસિક ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી.

1
0

કોવિડ-૧૯ રોગચાળાની અસરરૂપે ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં બેડ લોન્સ વધીને ૨૦ વર્ષની ઊંચી સપાટી પર પહોંચે તેવી શક્યતા છે તેમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના છ માસિક ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી છે. સપ્ટેમ્બર ૨૦૨૧ના અંત સુધીમાં કોર્મિશયલ બેન્કોની ગ્રોસ એનપીએ વધીને ૧૩.૫-૧૪.૮% થઇ શકે જે સપ્ટેમ્બર ૨૦૨૦માં ૭.૫ ટકા હતી તેમ આરબીઆઇએ જણાવ્યું હતું. આરબીઆઇએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે સમાનગાળા માટે જાહેર ક્ષેત્રની બેન્કો માટે GNPA રેશિયો વધીને ૧૬.૨ ટકા થઇ શકે અને ચાર બેન્કો કદાચ સપ્ટેમ્બર સુધીમાં લઘુતમ નિયમનકારી મૂડીના સ્તર સુધી પહોંચી નહીં શકે. બેન્કિંગ નિયમનકારે તેના રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી હતી કે કોવિડ-૧૯ રોગચાળાના સંદર્ભમાં મોરેટોરિયમ અને લોન રિસ્ટ્રક્ચરિંગ જેવી નિયમનકારી રાહતોના કારણે બેન્કો દ્વારા જાહેર નવી લોનની ક્ષતિઓ અંગેના ડેટા કદાચ બેન્કોના પોર્ટફોલિયોની સાચી અંડરલાઇંગ પરિસ્થિતિને પ્રતિબિંબિત કરતાં નથી.
સિવિયર સ્ટ્રેસના સંજોગોમાં NPAમાં ઉછાળો આવી શકે
આરબીઆઇ અનુસાર, બેઝલાઇન સિનેરિયાનો સંજોગોમાં દેશની બેન્કોની ગ્રોસ એનપીએ સપ્ટેમ્બર સુધીમાં ૧૩.૫ ટકા પહોંચી શકે જ્યારે પીએસયુ બેન્કોની ગ્રોસ એનપીએ ૧૬.૨ ટકા પહોંચી શકે. ખાનગી બેન્કોની GNPA ૭.૯ ટકા અને વિદેશી બેન્કોની GNPA ૫.૪ ટકા થઇ શકે. મીડિયમ સ્ટ્રેસના સંજોગોમાં આરબીઆઇ અનુસાર, દેશની બેન્કોની ગ્રોસ એનપીએ સપ્ટેમ્બર સુધીમાં ૧૪.૧ ટકા પહોંચી શકે જ્યારે પીએસયુ બેન્કોની ગ્રોસ એનપીએ ૧૬.૮ ટકા પહોંચી શકે. ખાનગી બેન્કોની GNPA ૮.૨ ટકા અને વિદેશી બેન્કોની GNPA ૬.૦ ટકા થઇ શકે. સિવિયર સ્ટ્રેસના સંજોગોમાં આરબીઆઇ અનુસાર, દેશની બેન્કોની ગ્રોસ એનપીએ સપ્ટેમ્બર સુધીમાં ૧૪.૮ ટકા પહોંચી શકે જ્યારે પીએસયુ બેન્કોની ગ્રોસ એનપીએ ૧૭.૬ ટકા પહોંચી શકે.

Previous articleવૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મંગળ ગ્રહ દરેક ૨૦૦ દિવસે પોતાની ધરીથી ૪ ઇંચ દૂર ખસી રહ્યો છે.
Next articleદુનિયામાં કોરોનાની સામે હર્ડ ઈમ્યૂનિટી જનરેટ થાય તેવી શક્યતાઓ નહીંવત્ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here