Home South-Gujarat રાજ્યમાં કોરોનાની બીજી લહેરે સરકારની ઊંઘ ઉડાવી દીધી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે સરકારની ઊંઘ ઉડાવી દીધી

70
0

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે સરકારની ઊંઘ ઉડાવી દીધી છે, સાથે રાજ્ય સરકાર પણ આ સંક્રમણની ચેન તોડવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યુ છે.


ત્યારે જનજીવન આ કાર્યમાં સહાકર આપે તે જરૂરી બની ગયુ છે,જોકે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં લોકો વહીવટી તંત્રને સહકાર ન આપી મુસીબતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે.અહીંયા લોકો સરકારનાં રસીકરણ અભિયાનનો છેદ ઉડાવી તબિયત બગડતા સરકારી દવાખાનાનાં બદલે ખાનગી બોગસ ડોકટરોને ત્યાં પોહચી જઈ સારવાર લઈ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તપાસનો વિષય બનવા પામ્યો છે…
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેરમાં સંક્રમણ ખૂબ ઓછુ રહેતા જિલ્લા વહીવટી તંત્રની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે હાલની કોરોનાની બીજી લહેરમાં ડાંગ જિલ્લામાં પણ રોજેરોજ કોવિડ19નાં કેસોમાં વિસ્ફોટક વધારો નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર ચિંતામાં મુકાયુ છે.ડાંગ જિલ્લા વહીવટી તંત્રની આ ચિંતાનું કારણ જિલ્લામાં ખાનગી પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ બોગસ ડોક્ટરોનું હોવાનું પ્રકાશમાં આવી રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં આશરે 80થી વધુ બોગસ ડીગ્રી ધરાવતા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરે છે.બંગાળ, યુપી અને મહારાષ્ટ્રમાંથી આવતા આવા ઝોલા છાપ ડોક્ટરો ભાડાનાં કાચા મકાનમાં હોસ્પિટલ બનાવી લોકોની સારવાર કરતા જોવા મળે છે.અજ્ઞાનતાને કારણે ડાંગની પ્રજા પણ સરકારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આરોગ્ય કેન્દ્રમાં મફતમાં સારવાર ન કરાવતા આવા ઝોલા છાપ ડોકરોને ત્યાં આગ્રહ રાખી સારવાર લઈ રહ્યા છે.ડાંગ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સરકારી ડોકરોનાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ માટે ચાલતા અભિયાન મુજબ આરોગ્ય કેન્દ્રમાં આવતા લોકોનાં રિપોર્ટ કરવાનાં હોય છે.જેનો આ સ્થાનિક લોકો વિરોધ કરે છે. જેઓ પોઝિટિવ રિપોર્ટ આવવાનાં ડરનાં કારણે આરોગ્ય કેન્દ્રમાં આવતા નથી.અને આ પરિસ્થિતિનો લાભ ખાનગી પ્રેક્ટિસ કરતા બોગસ ઝોલા છાપ ડોકટરો ઉઠાવીને ડાંગી જનજીવનનાં આરોગ્ય સાથે ચેડા કરી રહયાની ચોંકાવનારી વિગતો બહાર આવતા તપાસનો વિષય બનવા પામ્યો છે… બોક્ષ-(1)ડૉ શંકુન્તલા-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપલદહાડ-ડાંગ
આ બાબતે પીપલદહાડ પી.એચ.સીનાં ડૉક્ટર શંકુન્તલાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં ઝોલા છાપ ડૉક્ટરો પાસે કોઈ સુવિધા ન હોય તેમ છતા સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓ પાસે પૈસા પડાવવા આડેધડ ઇન્જેકશન આપે છે.અને બાટલા ચઢાવી પોતાનો સ્વાર્થ પૂરો કરે છે.કાચા પાકા મકાનમાં પતરાનાં શેડમાં લાઇનબંધ સુતેલા દર્દીઓ, તૂટેલા ગંદા ખાટલા ઉપર કે ગરમીમાં ખુલ્લા આકાશમાં ઝાડ નીચે બાટલા ચઢાવેલા દર્દીઓ ડાંગ જિલ્લાનાં મોટા ભાગના ગામોમાં જોવા મળી રહ્યા છે.સ્થાનિક યુવક યુવતીઓને નર્સ તરીકે કામ આપીને આ બોગસ ડૉકટરો ડાંગી જનજીવનનાં સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા અસંખ્ય ડોકટરોને કારણે ડાંગમાં રસીકરણ અભિયાન અટકી પડ્યુ છે.અને લોકોનાં આર.ટી.પી.સી.આર. રિપોર્ટ પણ લઈ શકાતા નથી. કોટનનાં બ્લ્યુ કલરનાં ગાઉનને પી.પી.ઈ. કીટ બનાવી આવા ડોકટરો પોતાની જાતને તો છેતરી રહ્યા છે.સાથે કોરોનાની બીજી ઘાતક લહેરમાં ગરીબ આદિવાસી લોકોનાં અમૂલ્ય જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. બોક્ષ-(2) ડો.કેતન ખોટરે-બી.એ.એમ.એસ આ બાબતે ડાંગ જિલ્લાનાં ડૉ કેતન ખોટરેએ જણાવ્યુ હતુ કે જિલ્લા કલેકટર અને ધારાસભ્યને આ બાબતની ફરિયાદ મળતા તાત્કાલિક મિટિંગ બોલાવીને આવા ડોકટરોને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.જે અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારીએ પગલાં લેવાનાં શરૂ કરી દીધા છે.બોક્ષ-(3) ડૉ સંજયભાઈ શાહ-જિલ્લા આરોગ્ય અધિકારી ડાંગ આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ સંજયભાઈ શાહે જણાવ્યુ હતુ કે કોરોનાની બીજી ઘાતક લહેરને હરાવવા માટે એક તરફ શહેરોમાં લોકો આર.ટી.પી.સી.આર રિપોર્ટ કરાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે.અને જ્યાં આવા રિપોર્ટ થતા નથી ત્યાં લોકો ફરિયાદ કરી રહ્યા છે.ત્યારે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં લોકો કોરોના ટેસ્ટથી બચવા માટે મફતમાં મળતી સારવાર છોડી બોગસ ઝોલા છાપ બંગાળી ડોકટરો પાસે સારવાર લેવા જાય છે.જે ખરેખર સમાજની કમનસીબી છે.અમોએ આરોગ્ય તંત્રની ટીમને ડાંગ જિલ્લામાં ચાલતી બોગસ ઝોલાછાપ ડૉકટરોની હાટડીઓની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ આપી છે..
(શેખર ખેરનાર ડાંગ)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here