Home India ભારતમાં કોરોનાને લઈને કરવામાં આવી થથરાવી મુકે તેવી આગાહી, મચશે હાહાકાર

ભારતમાં કોરોનાને લઈને કરવામાં આવી થથરાવી મુકે તેવી આગાહી, મચશે હાહાકાર

90
0

ભારત માટે કોરોના વાયરસને લઈને હચમચાવી મુકે તેવી આગાહી કરવામાં આવી છે. રિસર્ચરોએ ચેતવણી આપી છે કે, જો કોરોના વાયરસની રસી વિકસિત ના કરવામાં આવી તો ભારતમાં તેનું સૌથી ભયાનક સ્વરૂપ આવતા વર્ષના પ્રારંભમાં જોવા મળી શકે છે.
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)ના સંશોધનકારોના જણાવ્યા, ફેબ્રુઆરી 2021 સુધીમાં ભારતમાં દરરોજના 2.87 લાખ કેસ નોંધાઈ શકે છે. આ સાથે જ ભારત વિશ્વનો સૌથી અસરગ્રસ્ત દેશ બની શકે છે. 84 દેશોના પરીક્ષણ અને કેસ ડેટાના આધારે આ આગાહી કરી છે.
એમઆઈટીના આ અભ્યાસ અમેરિકાની સ્લોઅન સ્કૂલ ઓફ મેનેજમેન્ટના હાજીર રહમાનદાદ, ટીવાઈ લિમ અને જોન સ્ટરમેનને મળીને કરી છે. અભ્યાસ અનુસાર ફેબ્રુઆરી 2021 ના ​​અંત સુધીમાં ભારત કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બનશે. ત્યારબાદ અમેરિકામાં દરરોજ 95400 કેસ, સાઉથ આફ્રિકામાં દરરોજ 20600, ઈરાનમાં 17000 ઇન્ડોનેશિયામાં 13,200, યુકેમાં 4,200, નાઈજીરિયામાં 4,000, તુર્કીમાં 4,000, ફ્રાન્સમાં દરરોજ 3300 અને જર્મનીમાં 3,000 કેસ સામે આવી શકે છે.
સંશોધકોના અભ્યાસ મુજબ ગણિતના મોડેલનો ઉપયોગ કર્યો હતો. આ મોડેલનો ઉપયોગ મહામારી વિજ્ઞાનિકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેમણે એવો અંદાજ પણ લગાવ્યો છે કે, ઉપચારના અભાવથી માર્ચ-મે, 2021 સુધીમાં વિશ્વભરમાં 20 કરોડથી 60 કરોડ કેસ અને 17.5 લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે. તે જ સમયે એવું પણ કહેવામાં આવ્યું છે કે સામાજિક અંતરનું મહત્વ પુનરાવર્તન કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના આ આંકડા પરીક્ષણ પર આધારિત નથી, પરંતુ સંક્રમણ ઘટાડવાની સરકાર અને સામાન્ય માણસની ઇચ્છાશક્તિ પર આધારિત છે.
જો કે, સંશોધનકારોએ સ્પષ્ટતા કરી છે કે, તેમના દ્વારા કરવામાં આવેલી આગાહી ફક્ત સંભવિત જોખમને સૂચવે છે અને ભવિષ્યના કેસોની આગાહી કરતી નથી. સંશોધનકારોએ જણાવ્યું હતું કે, સંક્રમણ સાથે સચન ચેકિંગ અને સંપર્ક ઘટાડવાથી આગળ વધતા કેસોનું જોખમ ઘટી શકે છે. જ્યારે અવિચારી વર્તન અને ધમકીને સામાન્ય માનવાથી રોગચાળો વધુ વકરશે.
સંશોધનકારોએ જણાવ્યું હતું કે, 2021ની આગાહી રસી ન વિકસાવવાની સ્થિતિ પર આધારિત છે. આ મોડેલમાં પણ 84 દેશોના ડેટાના આધારે ઘણા મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થયા છે. ઉદાહરણ તરીકે મહામારીની વાસ્તવિક સ્થિતિને ઓછી આંકવામાં આવી રહી છે. સંશોધનકારોના જણાવ્યા અનુસાર, 18 જૂનથી કેસો અને મૃત્યુની સંખ્યા સત્તાવાર આંકડા કરતા અનુક્રમે 11.8 અને 1.48 ગણા વધારે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here