Home Gujarat રાજ્ય સરકારે છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં...

રાજ્ય સરકારે છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યમાં ચાલતી પરિસ્થિતિનો સચોટ ચિતાર આપવામાં આવ્યો હતો…

12
0

ગુજરાતમાં વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે મહત્વપૂર્ણ 5 વિધેયક પસાર થવાના છે. તેની સાથે આજે રાજ્ય સરકારે છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યમાં ચાલતી પરિસ્થિતિનો સચોટ ચિતાર આપવામાં આવ્યો હતો.
કેગના અહેવાલમાં રાજ્યની નાણાંકીય સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે. વર્ષ 2018-19માં રૂપિયા 3212 કરોડની મહેસૂલી પુરાંત હોવાની વાત સામે આવી છે. ગુજરાતના મહેસૂલી પુરાંતમાં રૂ.2020 કરોડનો ઘટાડો થયો છે. 14માં નાણાં પંચના અહેવાલના લક્ષ્યાંક કરતા ઓછી હોવાની વાત સામે આવી છે. રાજ્યની કર આવકમાં રૂ.8553.33 કરોડનો વધારો થયો છે, જ્યારે બિન કર આવકમાં રૂ.1656.98 કરોડનો ઘટાડો નોંધાયો છે. ગુજરાત GSTનું રૂ.7322.47 કરોડ વળતરનું હકદાર છે. સરકારે 69 ટકા મહેસુલી આવક રાજ્યના પોતાના સંસાધનોમાંથી આવી હોવાનું સામે આવી રહ્યું છે.
વડોદરાની સરકારી આયુર્વેદિક ફાર્મસીની બેદરકારીની વાત કેગના રિપોર્ટમાં નોંધ લેવાઈ છે. 4.36 કરોડના કિંમતનું ઔષધ ગુણવત્તા પરીક્ષણ ન કરાયું હોવાનો ખુલાસો થયો છે. ટેક્નિકલ સ્ટાફ, રસાયણના અભાવે પરીક્ષણ ન થયું હોવાનું સામે આવ્યું છે. FDCA લાયસન્સ નિવૃત્ત કર્મીઓના નામે રિન્યુ કર્યું છે. જાન્યુ. 2016માં પૂર્ણ થયેલું લાયસન્સ 2021 સુધી રિન્યુ કરાયું છે. ઔષધોના ઉત્પાદન તેમજ ગુણવત્તા પરીક્ષણ માટે કાર્ય કરતા બતાવવામાં આવ્યા છે. ટેક્નિકલ સ્ટાફની પણ ગેરહાજરી જોવા મળી હોવાની વાત કેગના રિપોર્ટમાં ખુલી છે. આજ સમય દરમિયાન 4.36 કરોડની કિંમતના ઔષધ વિવિધ હોસ્પિટલ ગુણવત્તા પરીક્ષણ વગર જ પુરા પડાયા છે. ટેક્નિકલ કર્મચારીની નિમણૂક થઈ કાચના પાત્રો અને રસાયણના અભાવે ગુણવત્તા પરીક્ષણ ન થઈ શક્યું.
આજે રજૂ થયેલા કેગના રિપોર્ટમાં આયુર્વેદિક કોલેજમાં સુવિધાનો મુદ્દો પણ ઉઠ્યો છે. આયુર્વેદિક કોલેજોમાં સુવિધા ધરાવતી ફાર્મસી જરૂરી હોવાનું જણાવાયું છે. ગુણવત્તા પરીક્ષણ લેબ પણ જરૂરી હોવાનો નિયમ બનાવવાની વાત કરવામાં આવી છે. જૂનાગઢ સિવાય ગુજરાતમાં અન્ય જગ્યાએ લેબ ન હતી. કોલવડામાં નિર્મિત બિલ્ડીંગ 3 વર્ષ વણવપરાયેલું રહ્યું. સરકારે જણાવ્યું હતું કે જૂન 2020માં આ સુવિધા ગોઠવણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
ગુજરાતમાં 10% વસવાટોને પીવાના પાણીનો સ્ત્રોત નહીં હોવાનો કેગનો રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. કેગના રિપોર્ટમાં સરકારના દાવા સામે અનેક સવાલ ઉઠ્યો છે. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ પર ટિપ્પણી કરવામાં આવી છે. આ સિવાય 35996 વસવાટોને પાણી પુરવઠાથી પૂર્ણ રીતે આવકાર્યા નથી. લેબમાં ઉચ્ચકક્ષાના સાધનોના અભાવનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં કરાયો છે. સામાન્ય અને સામાજીક ક્ષેત્રના વર્ષ 2018ના કેગના અહેવાલમાં ટીપ્પણી કરાઇ હતી. નર્મદા જળસંપત્તી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં કેગની ટીપ્પણી કરવામાં આવી હતી.
રાજ્યના તમામ 35996 વસવાટોને પાણી પુરવઠાથી પુર્ણ રીતે આવરી લેવાયો હોવાનો સરકારનો દાવો સાચો ન ઠર્યો. આંતરીક વિસ્તાર નેટવર્ક ઉભુ ન કરાયું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ક્ષતીયુક્ત પાઇપોના કારણે પાંણી ન પહોંચાડી શકાયુ. નમુના માટે 8 જિલ્લાના 91 ગ્રામ્ય પાણી પુરવઠા યોજના વાળા 2352 ગ્રામ્ય પૈકી માત્ર 1857 ગામોમાં rwsss મારફતે પાણી પહોંચાડ્યું હતું. બીનકાર્યરત wsss ની ઓછી નોંધ કરવામાં આવી.
બિનકાર્યરત યોજનાઓ સરકારના ધ્યાને ન હતી. રાજ્યસરકારની લેબમાં પાણીના સામાન્ય સ્તરના પરીક્ષણો હાથ ધરાયા હતા. કારણ કે લેબમાં ઉચ્ચ કક્ષાના સાધનોનો અભાવ હતો. તાલુકા કક્ષાની લેબનું પ્રમાણ ઓછું હોવાની પણ વાત સામે આવી છે. મોબાઇલ લેબ વાનને મહત્તમ ઉપયોગ કરાઈ રહ્યો નથી. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા પાણીની ગુણવત્તાના પરીક્ષણ માટે ફાસ્ટ ટેસ્ટ કીટનો ઉપયોગ કરાયો નહતો. રાજ્યનાં 10 ટકા વસવાટોને પીવાલાયક પાણી ના કોઇ સ્ત્રોત ઉપલબ્ધ નથી. વાસ્મો દ્વારા વણ વપરાયેલ ભંડોળ પરત ન કરાયું હોવાની વાત પણ સામે આવી છે. ગ્રામ્ય પંચાયતોને વોટર ચાર્જીસની ચુકવણી ન કરાતી હોવાની કેગના ધ્યાને આવ્યું છે.
રાજ્યમાં જમીન બિન ખેતી મુદ્દે કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીએ 1.16 કરોડ ઓછું પ્રીમિયમ વસૂલ્યું છે. વર્ષ 2014-15થી વર્ષ 2016-17 સુધીના 48 કેસ નોંધાયા હતા. ગોંડલમાં 1.48 કરોડના બદલે માત્ર 32 લાખની વસૂલાત કરવામાં આવી છે. વસ્તી ગણતરીની પુસ્તિકા ન હોવાનો અધિકારીઓનો ઉલ્લેખ પણ કરાયો છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી દ્વારા વર્ષ 2014-15 થી વર્ષ 2016 -2017ના સમયગાળા દરમ્યાન ખેતીની જમીનને બિન ખેતી કરવાના 48 કેસોમાં 1.16 કરોડ ઓછું પ્રીમિયમ વસુલ્યુ છે. ગોંડલ નગરપાલિકાની એક લાખ કરતા વસ્તી વધી ગઈ હોવાથી પ્રીમિયમ ઉચ્ચ દરે વસૂલવાને પાત્ર હતો. 1 કરોડ 48 લાખના બદલે માત્ર 32 લાખ પ્રીમિયમ વસૂલવામાં આવ્યું હતું. આ આકારણી અધિકારીઓનો જવાબ હતો. વસ્તી ગણતરીની પુસ્તિકા તેમની પાસે ન હોવાથી ઓછું પ્રીમિયમ વસૂલવામાં આવ્યું હતું તેવો કેગના અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.


Previous articleભારતે પરમાણુ ક્ષમતાથી સંપન્ન પૃથ્વી 2 બેલિસ્ટિક મિસાઇલનું ફરી એકવાર સફળતાપૂર્વક પરીક્ષણ કરીને દોઢી નજર રાખનાર પાડોશીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
Next articleગુજરાત વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here