Home South-Gujarat ચીખલી પોલીસ મથકમાં કસ્ટડીયલ ડેથમાં મૃત્યુ પામેલ યુવાનોનાં પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા...

ચીખલી પોલીસ મથકમાં કસ્ટડીયલ ડેથમાં મૃત્યુ પામેલ યુવાનોનાં પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 3-3 લાખની સહાય આપી..

32
0

પ્રાપ્ત વિગતો અનુસાર થોડા સમય પૂર્વે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં રહેતા બે આશાસ્પદ યુવાનોમાં રવિ સુરેશભાઈ જાધવ અને સુનિલ સુરેશભાઈ પવારનું નવસારીનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ મોત થતા આ પ્રકરણને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.આદિવાસી સંગઠનોનાં આંદોલનો અને રજુઆતનાં પગલે ચીખલી પોલીસ મથકનાં જવાબદાર છ પોલીસકર્મીઓ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જયારે આ દુખદ ધટનાને લઇ ગરીબ આદિવાસી યુવકોની અપમૃત્યુની ધટનામાં રાજય સરકારે મૃતકનાં પરિવાર પ્રત્યે સંવેદના દાખવીને મૃતકોનાં પરિવારજનોને ત્રણ ત્રણ લાખની સહાય ચૂકવવાનો નિર્ણય લીધો હતો.જે નિર્ણય બાદ આજ રોજ બંને યુવકોના પરિવારજનોને સંગઠન પ્રભારી સીતાબેન નાયક,ધારાસભ્ય વિજયભાઇ પટેલ,જીલ્લા પ્રમુખ મંગળભાઇ ગાવિત,મહામંત્રી કીશોરભાઇ ગાવિત સહિત ભાજપી કાર્યકરો ની ઉપસ્થિતીમાં નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય અને ડાંગ જિલ્લા પોલીસ વડા રવીરાજસિંહ જાડેજાનાં હસ્તે ત્રણ ત્રણ લાખ મળી કુલ છ લાખનું વળતર ચુકવવામાં આવ્યુ હતુ.અહી નવસારી જિલ્લાનાં પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયે આ ઘટનાનાં જવાબદાર આરોપીઓને વહેલી તકે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી મૃતકનાં પરિવારજનો બાહેધરી આપી હતી.
શેખર ખેરનાર ડાંગ

Previous articleડાંગ: સુબિર તાલુકામાં મહાલ-12 બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ,કૉંગ્રેસ અને આપ પાર્ટીનાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાતા ત્રીપાંખીયો જંગ ખેલાશે.
Next articleઅંકલેશ્વરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here