Home India ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના રાજ્યોને તીવ્ર કોલ્ડવેવમાં જકડી લીધાં...

ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના રાજ્યોને તીવ્ર કોલ્ડવેવમાં જકડી લીધાં છે.

26
0

ઉત્તર-પશ્ચિમ દિશામાંથી વહેતા કાતિલ ઠંડા પવનોએ ફરી એકવાર ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના રાજ્યોને તીવ્ર કોલ્ડવેવમાં જકડી લીધાં છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ચાર રહ્યો હતો. ગુરુ શિખર પર તાપમાનનો પારો માઇનસ છ ડિગ્રી નોંધાયો હતો. માઉન્ટ આબુમાં નળમાં પણ પાણી થીજી જતાં લોકોને સવારે પાણી મેળવવામાં હાલાકી ભોગવવી પડી હતી. લોકોએ ટાંકીમાંથી પાણી લઈને ગરમ કર્યા બાદ ઉપયોગમાં લેવું પડયું હતું. ઠંડીમાં વાહનોની બેટરી સેલ્ફ ના લેતાં લોકોએ વાહનોને ધક્કા મારવા પડયા હતા.
ભારતના મેદાની પ્રદેશોમાં બુધવારે રાજસ્થાનનું ચુરુ માઇનસ ૧.૫ ડિગ્રીએ સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જે છેલ્લા ૧૫ વર્ષનું સૌથી નીચું તાપમાન હતું. ચુરુ ઉપરાંત રાજસ્થાનના પિલાનીમાં ૦.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. પંજાબ, હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી શીતલહેર યથાવત્ રહી હતી. પંજાબના અમૃતસર ખાતે લઘુતમ તાપમાન ૧.૮ ડિગ્રી નોંધાયું હતું. હરિયાણાના નરનૌલમાં ૨.૪, મધ્યપ્રદેશના દતિયામાં ૨.૯. દિલ્હીમાં ૩.૫ અને ઉત્તરપ્રદેશના ફુરસતગંજ ખાતે સૌથી ઓછું ૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ચિલ્લઇ ક્લાન ચરમ પર, કાશ્મીર ખીણ માઇનસ તાપમાનમાં થીજી
મંગળવાર-બુધવારની રાત્રે ગુલમર્ગમાં માઇનસ ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પહેલગામમાં માઇનસ ૯, કોકેરનાગમાં માઇનસ ૬.૫, શ્રીનગરમાં માઇનસ ૨.૧, ભાદેરવાહમાં માઇનસ ૩.૮, બતોતેમાં માઇનસ ૦.૯ તથા સિમલામાં માઈનસ ૧ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. લેહમાં માઇનસ ૧૪.૨ અને કારગિલમાં માઇનસ ૧૭, દ્રાસમાં માઇનસ ૨૬.૧ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
બુધવારે મેદાની રાજ્યોનાં ટોપ ટેન ઠંડાં શહેર
માઇનસ ૧.૫ ડિગ્રી-ચુરુ,રાજસ્થાન
૦.૫ ડિગ્રી-પિલાની,રાજસ્થાન
૧.૮ ડિગ્રી-અમૃતસર,પંજાબ
૧.૮ ડિગ્રી-ભિલવાડા,રાજસ્થાન
૨.૪ ડિગ્રી-નરનૌલ,હરિયાણા
૨.૮ ડિગ્રી- એરિનપુરા,રાજસ્થાન
૨.૯ ડિગ્રી-દતિયા,મધ્યપ્રદેશ
૩.૪ ડિગ્રી-ચંડીગઢ,કેન્દ્રશાસિત
૩.૫ ડિગ્રી-નવી દિલ્હી, દિલ્હી
૩.૬ ડિગ્રી-ફુરસતગંજ,ઉત્તરપ્રદેશ
બીજી જાન્યુઆરી બાદ કાતિલ ઠંડીમાંથી થોડી રાહતની સંભાવના
ઉત્તરભારતના રાજ્યોમાં આગામી ૪૮ કલાક સુધી કાતિલ ઠંડીમાંથી રાહતના અણસાર નથી. બીજી જાન્યુઆરીના રોજ નવું એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પર છવાશે. તેની સાથે સાઇક્લોનિક સરક્યુલેશન જોડાતાં ઉત્તરમાંથી વાતા ઠંડા પવનો મંદ પડશે અને ઠંડીમાંથી થોડી રાહત મળશે.


Previous articleAIIMSના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા એ બ્રિટન થી ફેલાતા કોરોના વાયરસ ના નવા સ્ટ્રેન ને લઇ ચેતવણી આપી.
Next articleઅમદાવાદ સિવિલ માં કોરોના સિવાય અન્ય રોગથી 7,035ના મોત થયા હોવાનો ખુલાસો થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here