બ્રિજ બંધ થતા નવાગામ કરારવેલ, ઉછાલી ગામના ગ્રામજનો ની મુશ્કેલી વધીઅંકલેશ્વરમાં અભ્યાસ અંગે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલી માં મુકાયા
અંકલેશ્વર તાલુકા ના દઢાલ ગામ પાસેની અમરાવતી નદી ઉપર નો બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવતા પાંચ થી વધુ ગામો ના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ની મુશ્કેલી માં વધારો થતા અમરાવતી નદી ઉપર અવરજવર માટે વૈકલ્પિક માર્ગ બનાવવા અંગે નવાગામ કરારવેલ ગામના અગ્રણી આગેવાનો એ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું
અંકલેશ્વર ઝઘડિયા માર્ગ પર દઢાલ ગામ પાસે અમરાવતી નદી ઉપર ૬૧ વર્ષ જૂનો જર્જરિત બ્રિજ ને તંત્ર દ્વારા તોડી પાડી તેના સ્થાને નવા બ્રિજ ની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નવ મહિના માટે બ્રિજ બંધ કરવામાં આવતા અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ, ઉછાલી,. ગામ ના ગ્રામજનો એ ૨૦ કીમી નો ફેરાવો લઇ અંકલેશ્વર આવવું પડે છે. જેની સૌથી મોટી અસર વિદ્યાર્થી વર્ગ પર પડી છે. ઉપરાંત પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક પણ હોસ્પિટલ આવી નથી. જેને લઇ આરોગ્ય સંબંધિત વ્યક્તિ ઓ માટે તેમજ ટુ વહીલર, તેમજ રીક્ષા માં અવરજવર કરતા મજુર વર્ગ અને ખેડૂતો માટે મોટી સમસ્યા ઉદ્દભવી છે. જે માટે નાના વાહનો પસાર થઇ શકે તેવો ડાયવરઝન માર્ગ એટલે કે દઢાલ બ્રિજ પાસે અન્ય વૈકલ્પિક માર્ગ ખાડી પર કામચલાઉ ધોરણે ઉભો કરવાની માંગણી સાથે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.