Home India રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થી જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે કેન્દ્રના કૃષિ કાયદાઓનું સમર્થન...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થી જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે કેન્દ્રના કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું.

27
0

કૃષિ કાયદાઓ (Farmers Bill)ની વિરુદ્ધ ખેડૂતો (Farmers)ના ચાલી રહેલા પ્રદર્શન પર હવે સ્વદેશી જાગરણ મંચ (SJM)ની પ્રતિક્રિયા સામે આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે કેન્દ્રના કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું છે, પરંતુ ખેડૂતોના પ્રદર્શનને જોતા કેટલાક બદલાવની વાત કહી છે. સ્વદેશી જાગરણ મંચના અશ્વિની મહાજને કહ્યું કે, ખેડૂતોને MSP પર ભરોસો આપવાની જરૂરિયાત છે, કેન્દ્રના કાયદા સારા છે પરંતુ તેમાં સુધારાની જરૂર છે.
મંડી સિસ્ટમ પર ઊઠી રહેલા પ્રશ્નો પર SJMએ શું કહ્યું?
MSPને લઈને ખેડૂતોની જે માંગ છે તેના પર અશ્વિની મહાજને કહ્યું કે, ખેડૂતોને આના પર ભરોસો આપવો જરૂરી છે, સરકાર કાયદામાં બદલાવ કરી શકે છે અને નવો કાયદો લાવી શકે છે. મંડી સિસ્ટમ પર ઊઠી રહેલા પ્રશ્નો પર SJMએ કહ્યું કે, મંડીની બહાર વેચાણ કરવું યોગ્ય છે, પરંતુ પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ ખેડૂતોને મુશ્કેલીમાં નાંખી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ ઉતરેલા ખેડૂતોની પણ આ જ માંગ છે.
MSPને કાયદાનો ભાગ બનાવે સરકાર તેવી ખેડૂતોની માંગ
આંદોલનકારી ખેડૂતો ઇચ્છી રહ્યા છે કે સરકાર MSPને કાયદાનો ભાગ બનાવે અને તેનાથી ઓછા ભાવ પર પાક ખરીદનારાઓ પર એક્શનની વાત કહે. ખેડૂતો કહે છે કે જો મંડીની બહાર પાક વેચવામાં આવે છે તો તેનો પણ કોઈ ભાવ અથવા સુરક્ષા હોવી જોઇએ. નહીં તો મોટી કંપનીઓ કેટલાક સમય માટે પૈસા આપશે અને પછી ભાવ ઘટાડી દેશે, આવામાં ખેડૂતો પાસે કોઈ રસ્તો નહીં બચે. કેન્દ્ર સરકાર તરફથી પણ ખેડૂતોને સતત MSP પર ભરોસો આપવામાં આવી રહ્યો છે.
ખેડૂતોને MSPના મુદ્દા પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું
કેન્દ્રનું કહેવું છે કે સરકાર MSP અને મંડી સિસ્ટમને ખત્મ નહીં કરે. ખેડૂતોની સાથે થયેલી ચર્ચામાં પણ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલની સામે ખેડૂતોને MSPના મુદ્દા પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. આ ઉપરાંત કૃષિ કાયદાના અન્ય ફાયદા ગણાવવામાં આવ્યા. જોકે ખેડૂતોનું કહેવું છે કે MSPને કાયદાનો ભાગ બનાવીને જ માનશે. કેન્દ્ર સરકારે ખેડૂતોની સામે એક કમેટી બનાવવાનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો, જે નવા કાયદાઓ બાદ ખેડૂતોની મુશ્કેલીઓનું સમાધાન કરશે. જોકે ખેડૂતોએ આ પ્રસ્તાવ પણ ઠૂકરાવી દીધો. બુધવારના ખેડૂતો પોતાની માંગને લેખિતમાં કેન્દ્રની પાસે મોકલશે, ત્યારબાદ ગુરૂવારના વધુ એક સ્તરની વાતચીત થશે.


Previous articleજયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ગમખ્વાર અકસ્માત…
Next articleકોરોના વાયરસ ની વેક્સીન વિકસાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here