Home Tech આ ટેક્નોલોજી કોઈ ખાસ જગ્યામાં કોવિડ 19 સહિત તમામ વાયરસને 99.9 ટકા...

આ ટેક્નોલોજી કોઈ ખાસ જગ્યામાં કોવિડ 19 સહિત તમામ વાયરસને 99.9 ટકા સુધી ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે.

7
0

અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે ACની ડક્ટને કારણે કોરોના (Corona) વાયરસ વધુ ઝડપથી ફેલાઈ છે. પણ એર કન્ડીશન બનાવાર કંપનીએ દાવો કર્યો છે કે, તેના એસીમાં કોવિડ 19 (Covid 19) વાયરસનો 99.9 ટકા ખાત્મો થઈ જાય છે. મતલબ કે એસીની ડક્ટથી કોરોના વાયરસના ફેલાવાનો ખતરો શૂન્ય થઈ જાય છે. આ દાવો એર કન્ડિળશનિંગ અને કોમર્શિયલ રેફ્રિજરેશન બનાવતી અગ્રણી કંપની બ્લૂ સ્ટાર (Blue Star) તરફથી કરવામાં આવ્યો છે.
વાયરસ ડિએક્ટિવેશન ટેક્નોલોજી (VDT)
બ્લૂ સ્ટારના અધિકારી દ્વારા કહેવાયું કે, આ એર કન્ડીશનરમાં વાયરસ ડિએક્ટિવેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી કોઈ ખાસ જગ્યામાં કોવિડ 19 સહિત તમામ વાયરસને 99.9 ટકા સુધી ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે એસીમાંથી નીકળતી હવા આ ટેક્નોલોજીમાંથી પસાર થાય છે ત્યારે વાયરસ આપોઆપ ખતમ થઈ જાય છે. આ ટેક્નોલોજી ઘરના એસીમાં તો લાગી જ શકે છે, સાથે જ સેન્ટ્રલાઈઝ એસી સિસ્ટમમાં પણ સરળતાથી લગાવવામાં આવી શકે છે.
જૂના ACમાં પણ ફિટ થઈ શકે છે આ ટેક્નોલોજી
કંપની હાલ પોતાના તમામ ACમાં આ ટેક્નોલોજી ફીટ કરી રહી છે. સાથે જ જૂના ACમાં પણ રેટ્રોફિટ કરી શકાય છે. કોઈની પાસે સેન્ટ્રલ AC હોય કે યુનિટરી AC, બંનેમાં તેને રેટ્રોફિટ કરી શકાય છે.
VDT ટેક્નોલોજી ઘરો માટે તો સારી જ છે, પણ સાથે વ્યાવસાયિક સ્થળો માટે પણ તે સારી પુરવાર થઈ શકે છે. કંપનીનું કહેવું છે કે, ATM, કોઈ શોરૂમ, રેસ્ટોરન્ટ, સરકારી કે પ્રાઈવેટ ઓફિસ, મોલ, સિનેમા થિયેટર અને એરપોર્ટ ઉપર પણ ઉપયોગ કરી શકાય છે. સાથે જ કંપનીએ એમ પણ કહ્યું છે કે આ ટેક્નોલોજી સરકાર દ્વારા લાગુ કરેલ સોશિયલ ડિસટન્સ, હેન્ડ સેનિટાઈઝર અને માસ્કનો વિકલ્પ છે.

Previous articleફેસ્ટિવ સિઝન સેલ દરમિયાન ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને એમેઝોન એ દેશભરમાં 1.5 કરોડ સ્માર્ટફોનનું વેચાણ કર્યું હોવાનું અનુમાન છે…
Next articleધ ઈન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે મે-જૂન તથા નવેમ્બર ડિસેમ્બરમાં બે વખત ફાઉન્ડેશન ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા લેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here