Home India અમેરિકાની પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિન દ્વારા TIME 100 Most Influential લિસ્ટ જાહેર કરવામાં...

અમેરિકાની પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિન દ્વારા TIME 100 Most Influential લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે…

14
0

અમેરિકાની પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિન દ્વારા TIME 100 Most Influential લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્થાન મળ્યું છે. તો સાથે જ આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના, ગુગલના સીઈઓ સુંદર પિચાઈ, HIV પર રિસર્ચ કરનાર રવિંદર ગુપ્તા અને શાહીનબાગમાં ધરણાં પર બેસનાર બિલ્કિસનું પણ નામ સામેલ છે.
ટાઈમ મેગેઝિને આ વખતે પણ પીએમ મોદીને લઈ આકરી ટિપ્પણીઓ કરી હતી. મેગેઝિનમાં લખાયું કે, લોકતંત્ર માટે સૌથી વધારે જરૂરી સ્વતંત્ર ચૂંટણી નથી. તેમાં ફક્ત એ ખ્યાલ આવે છે કે કોને સૌથી વધારે વોટ મળ્યા છે. ભારત 7 દાયકાઓ કરતાં પણ વધારે સમય સુધી દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર રહ્યું છે. ભારતની 1.3 અરબની આબાદીમાં દરેક ધર્મનાં લોકો સામેલ છે.
ટાઈમની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટમાં નરેન્દ્ર મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન, કમલા હેરિસ, જો બાઈડન, જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ સહિત દુનિયાભરનાં અનેક નેતાઓ સામેલ છે.
તો આયુષ્યમાન ખુરાના આ લિસ્ટમાં સામેલ થનાર એકમાત્ર ઈન્ડિયન એક્ટર છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. 2012માં વિકી ડોનર ફિલ્મથી કેરિયરની શરૂઆત કરનાર આયુષ્યમાન ખુરાનાએ અનેક ચેલેન્જિંગ અને ફિલ્મો કરી છે. અને ફિલ્મ અંધાધૂંધ માટે તેને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.


Previous articleગુજરાતમાં હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે…
Next articleઅમેરિકાની ઇક્વિટી કંપની KKRએ રિલાયન્સના રિટેલ બિઝનેસમાં રોકાણની જાહેરાત કરી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here