Corona-live

ડાંગ જિલ્લામાં આજ રોજ વધુ નવા ત્રણ કેસ નોંધાતા કુલ આંકડો ૨૮૭ પર પોહચ્યો છે..

ડાંગ જિલ્લામા આજે ત્રણ નવા કેસ નોંધાયા છે. જેની સામે પાંચ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવે છે.

ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૨૮૭ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૨૨૨ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૬૫ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.એક્ટિવ કેસો પૈકી ૧૪ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૪ દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (આયુર્વેદિક હોસ્પિટલ), અને ૪૭ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.”કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૮૯૧ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૭૧૯૩ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામા આજની તારીખે કુલ ૬૮ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૨૭૭ ઘરોને આવરી લઈ ૧૨૦૯ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૬૫ બફર ઝોન (એક્ટિવ)મા ૪૬૪ ઘરોને સાંકળી લઈ ૧૯૫૨ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૧૭૭ RT PCR અને ૧૩૫ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૩૧૨ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૧૭૭ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે.જિલ્લામા આજદિન સુધી કુલ ૪૧૨૨૪ લોકોના સેમ્પલ એકત્ર કરાયા છે. જે પૈકી ૨૮૭ વ્યક્તિઓના રિપોર્ટ પોઝેટિવ નોંધાવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published.