Rajpipla

નર્મદા જિલ્લામાં સોમવારે ૩૫ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૦૦૦ ને પાર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં નવા ફળિયા ૦૧, માધવબાગ ૦૧, આદિત્ય ૦૧ તથા નાદોદ તાલુકામાં વેરીસાલપુર ૦૧, બીડ ૦૧, વડીયા ૦૧, વાવડી ૦૧, ટંકારી ૦૧, લાછરસ ૦૧, ધમણાચા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકા માં વણજી ૦૧, ભુમાલિયા ૦૧, ધાંમદ્રા ૦૧, ખડગદા ૦૧, ઓરપા ૦૧, કેવડિયા ૦૧, ગરુડેશ્વર ૦૧, ભીલવસી ૦૧, મોટા આંબા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં કારેલી ૦૧, સાહેબ પુરા ૦૧, લીમપુરા ૦૧, સાવલી ૦૧, રેગણ ૦૧, જેતપુર ૦૧, રોઝનાર ૦૧, રાતુડીયા ૦૧, કંથરપુરા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં વાઘઉંમર ૦૧, ડેડીયાપાડા ૦૧, ટીલાઆંબા ૦૧, કુકરદા ૦૧ તથા સાગબારા તાલુકામાં કોલવાણ ૦૧, ધોધનાવડી ૦૧, ટાવલ ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૩૫ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૨ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૨૫ દર્દી દાખલ છે, આજે ૪૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૭૨૮ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૦૦૬ પર પહોચ્યો છે.આજે વધુ ૧૬૫૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published.