Tech

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સિનથી જોડાયેલ માહિતી આપવા માટે એક ઓનલાઇન પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે…

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સિનથી જોડાયેલ માહિતી આપવા માટે એક ઓનલાઇન પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે. આ પોર્ટલ પર ભારતમાં કોરોના વાયરસની વેક્સિનથી જોડાયેલ દરેક માહિતી ઉપલબ્ધ હશે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને આઈસીએમઆર(ICMR)ના આ નવા પોર્ટલનું સોમવારે ઉદ્ઘાટન કર્યું હતું.

આ દરમિયાન ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે આ પોર્ટલની મુલાકાત લઈ લોકો ભારતમાં કોરોના વાયરસ વેક્સિન અંગે થતી દરેક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટથી જોડાયેલ માહિતી મેળવી શકશે. આ સાથે તેમણે કોવિડ-19 માટે નેશનલ ક્લિનિક્સ રજિસ્ટ્રી(NCR for Covid-19)નું પણ લોન્ચિંગ કર્યું. NCRમાં કોરોના દર્દીઓની સારવારથી જોડાયેલ તાજેતરની માહિતી મળશે. જ્યારે, ICMRના વેક્સિન પોર્ટલ પર હાલ કોરોના વાયરસ માટે જે વેક્સિન ભારતમાં ડેવલપ થઈ રહી છે. તે અંગે માહિતી મળશે.

માહિતી મુજબ અમુક સમય પછી આ પોર્ટલ પર અલગ-અલગ બીમારીઓની વેક્સિન અંગે પણ માહિતી મળશે. અહિં લોકો જાણી શકશે કે કઇ વેક્સિન ટ્રાયલના ક્યા સ્ટેજ પર છે અને તેના પરિણામ શું આવી રહ્યા છે. આ પોર્ટલમાં કેટલાક સેક્શન પણ હશે. જેમકે, ઇન્ટરનેશનલ Symposium અને India initiative જેવા સેક્શન હશે. ઉપરાંત, સ્થાનિક ભાષામાં લોકોના સવાલના જવાબ આપવાનું સેક્શન પણ હશે. આ પોર્ટલ પર દુનિયાભરની કોવિડ વેક્સિન અંગે પણ માહિતી મળશે. હાલ ભારતમાં ત્રણ વેક્સિનનું ટ્રાયલ થઈ રહ્યું છે. જેમાં બાયોટેક-આઇસીએમઆરની કોવેક્સિન(COVAXIN), જાયડસ કેડિલાની જાઇકોવ-ડી(ZyKov-D) ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ (Covishield) શામે

Leave a Reply

Your email address will not be published.