Home International અમેરિકામાં આજે નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે.

અમેરિકામાં આજે નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે.

122
0

દુનિયાની મહાશક્તિ અમેરિકા (America)માં આજે નવા રાષ્ટ્રપતિ ચૂંટવા (US Election) માટે મતદાન (Voting) થઈ રહ્યું છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર રાષ્ટ્રાપતિ (President) બનશે કે પછી જો બાઈડેન (Joe Biden) બાજી મારી લેશે? આ તમામ સવાલોના જવાબ આગામી દિવસોમાં મળી જશે. તેવી જ રીતે બીજો એક મુકાબલો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીના માઈક પેંસ (Mike Pence) અને ડેમોક્રેટ્સ ઉમેદવાર અને ભારતીય મૂળના કમલા હેરિસ (Kamala Harris)વચ્ચે પણ છે. મોટા ભાગના સર્વેમાં બઈડન બાજી મારતા દેખાડવામાં આવ્યા હતાં પરંતુ ચૂંટણી અગાઉ જ થોડા દિવસમાં ટ્રમ્પે બાજી મારી લીધી હતી.
આવતીકાએ બુધવારે ચૂંટણી પરિણામો (US Election Result) સામે આવવાના શરૂ થઈ જશે. પરંતુ ભારત (India) માટે કોણ વધારે મહત્વનું? ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડન તેને લઈને દેશમાં ચારેકોર ચર્ચા જાગી છે.
ભારત માટે કેમ આટલી મહત્વની છે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી?
ભારત માટે અમેરિકાના સંબંધો માત્ર આર્થિક જ નહીં પણ સામરિક અને સામાજીક દ્રષ્ટિએ પણ ઘણા મહત્વના છે. અમેરિકી રાષ્ટ્રપતિની બંને દેશો વચ્ચેના સંબંધો પર પ્રભાવશાળી અસર રહે છે. અમેરિકામાં સામાન્ય મત છે કે, ભારત સાથે સંબંધો વધારે મજબુત બનવા જોઈએ. અમેરિકામાં વસવાટ કરતા ભારતીયોની સંખ્યા પણ ખાસ્સી છે અને તે પણ ઈચ્છે છે કે, માતૃભૂમિ અને કર્મભૂમિ વચ્ચેના સંબંધો વધારે સારા બને. ભારત માટે અમેરિકા સાથેની ઘનિષ્ઠતા પાકિસ્તાન અને ચીન જેવા વિરોધીઓનો સામનો કરવા માટે પણ અતિ મહત્વની છે.
ભારત સાથે મજબુત રીતે કોણ ઉભુ રહેશે? રિપબ્લિક કે ડેમોક્રેટ્સ?
પરંપરાગત રૂપે નિષ્ણાંતોનું માનવું છે કે, રિપબ્લિકન રાષ્ટ્રપતિઓનો ઝુકાવ ભારત તરફ વધારે રહે છે. જોકે આ વાતમાં સંપૂર્ણ સચ્ચાઈ પણ નથી. બીજા વિશ્વયુદ્ધ બાદ નજર કરવામાં આવે તો ભારતની સૌથી વધારે તરફેણ કરવામાં બે રાષ્ટ્રપતિ હતાં. પહેલા 1960ના દાયકામાં જોન એફ કેનેડી અને ત્યાર બાદ 2000ના દાયકામાં જ્યોર્જ ડબ્લ્યૂ બુશ. કેનેડી જિયો-કંઝરવેટિવ રિપબ્લિકન હતા તો બુશ ડેમોક્રેટ. બંનેએ નવી દિલ્હી સાથેના સંબંધોને એક નવી જ ઉંચાઈએ પહોંચાડ્યા હતાં. કેનેડીને પોતાના કાર્યકાળમાં ચીન વિરૂદ્ધ ભારતને ખુબ જ સપોર્ટ મળ્યો હતો. તો બુશ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચે ઘણા જ સારા સંબંધો રહ્યાં હતાં. જોકે બંને વિચારધારાઓના રાષ્ટ્રપતિઓએ ભારતને અનેક પ્રસંગે ઝટકા પણ આપ્યા. તે પછી ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે રાષ્ટ્રપતિ રહેલા રિચર્ડ નિક્શન હોય કે 1990ના દાયકામાં ભારતને પરમાણું કાર્યક્રમ માટે દબાણ કરનારા ડેમોક્રેટ બિલ ક્લિંટન.
ચીનને લઈને શું છે બાઈડેન અને ટ્રમ્પના વિચાર
તાજેતરમાં જ કોરોના મહામારીએ ચીનને લઈને દુનિયા આખીનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. ભારત સાથે અડીને આવેલી સરહદે તણાવની સ્થિતિ પેદા કરીને ચીને વિવાદ સરજ્યો છે. ટ્રમ્પે કોરોના અને ભારત સાથે સરહદે સ્થિતિ માટે સીધું જ ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ટ્રમ્પ કોઈ પણ શબ્દો ચોર્યા વગર ચીન સાથે બાથ ભીડે છે જ્યારે બાઈડન ડિપ્લોમસીનું સમર્થન કરે છે. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની મિત્રતા ચર્ચાનો વિષય રહી છે. મોદી અને બાઈડેન 2014માં મળી ચુક્યા છે. ત્યારે બાઈડન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતાં.
પાકિસ્તાનને લઈને વધારે કડક છે ટ્રમ્પ
અમેરિકા અનેકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકાની વાત કરી ચુક્યું છે પણ બંને દેશોએ સ્પષ્ટ કરી દીધું છે કે ત્રીજા પક્ષની ભૂમિકા સ્વિકાર્ય નથી. અમેરિકા આમ તો પાકિસ્તાનને મિત્ર તરીકે ગણે છે પણ ચીન સાથેના તેના ઘનિષ્ઠ બની રહેલા સંબંધો અને આતંકવાદને શરણ આપવાને લઈને સંબંધો વધારે વણસી રહ્યાં છે. ટ્રમ્પ સીધે સીધું પાકિસ્તાનનું નામ લઈને ઈસ્લામિક આતંકવાદની અનેકવાર જ જાહેરમાં આકરી ટીકા કરી ચુક્યા છે. જ્યારે બાઈડેન ચૂંટાશે તો તેઓ અમેરિકાની જુની પુરાણી ‘જુઓ અને જરૂરિયાત પ્રમાણે આગળ વધો’ની નીતિ પર આગળ વધી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here