International

અમેરિકાએ WHOને ચીનની કઠપૂતળી ગણાવી અને તેની સાથેના બધા સંબંધો તોડી નાંખ્યા.

જો ચીન (China) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ઇચ્છતા તો કોરોનાવાયરસને સમયસર નિયંત્રિત કરી શકયા હોત. આ કહેવાનું છે કે ઇન્ડિપેન્ડન્ટ પેનલ ફોર પેન્ડેમિક પ્રિપેયર્ડનેસ એન્ડ રિસ્પોન્સ (IPPR)નું. પોતાના બીજા રિપોર્ટમાં IPPR એ જણાવ્યું છે કે શરૂઆતમાં કોરોનાને ફેલાતા અટકાવવા કેટલાક પગલા લેવામાં આવી શકતા હતા. તપાસ ટીમના જણાવ્યા મુજબ આઉટબ્રેકને મોટાપાયે છુપાવામાં આવ્યો તેના લીધે આખી દુનિયાને વાયરસે ઝપટમાં લઇ લીધા. જો WHO અને ચીને આઉટબ્રેકને છુપાવ્યું ના હોત તો દુનિયાને આ મહામારીથી બચાવી શકયા હોત.

એકલું ચીન દોષિત નથી

આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે એકલા ચીને વિશ્વને કોરોના મહામારીમાં ધકેલી દેવા માટે દોષિત નથી, WHOએ પણ આડકતરી રીતે તેમાં ભૂમિકા નિભાવી છે. તપાસકર્તાઓ કહે છે કે મહામારી છુપાવવાને કારણે આ વિશ્વભરમાં ફેલાય ગઇ. શરૂઆતના કેસના અભ્યાસ પરથી ખબર પડે છે કે આને રોકવા માટે પહેલાં પગલાં ભરી શકતા હતા. રિપોર્ટના મતે પેનલે એ પણ જાણ્યું કે ચીનના સ્થાનિક અને રાષ્ટ્રીય આરોગ્ય પ્રશાસન જાન્યુઆરીમાં જ ઝડપી અને ગંભીરતાની સાથે પગલા ઉઠાવી શકતા હતા.

WHO એ કેમ બેઠક ના કરી?

તપાસનીશ પેનલે મહામારીની શરૂઆતમાં WHOનાં ઢીલા વલણની ટીકા કરી છે. તેનું કહેવું છે કે WHOએ 22 જાન્યુઆરી સુધી ઇમરજન્સી બેઠક જ કરી નહીં અને આઉટબ્રેકને ઇમરજન્સી જાહેર કરવામાં વધુ સમય લીધો હતો. રિપોર્ટમાં કહ્યું છે કે WHOએ કેમ આવું કર્યું તેની સ્પષ્ટતા થતી નથી. આ તપાસ રિપોર્ટ બાદ ચીન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બંને રડારમાં આવી ગયા છે. જ્યારે ચીન પર કોરોના ફેલાવવાનો આરોપ મૂકાયો છે તો WHO પર ચીનની કામગીરીને ઢાંકવાનો છે. જોકે એ વાત જુદી છે કે બંને આ આરોપોને નકારી રહ્યા છે.

ટ્રમ્પે કડકાઇ દેખાડી હતી

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ કોરોનાને લઈને ચીન અને WHO પ્રત્યે કડક વલણ અપનાવ્યું હતું. અમેરિકાએ WHOને ચીનની કઠપૂતળી ગણાવી અને તેની સાથેના બધા સંબંધો તોડી નાંખ્યા. તે જ સમયે, યુએસ ડિપાર્ટમેન્ટના ગૃહ વિભાગે વુહાનની વાઇરોલોજી ઇન્સ્ટિટ્યૂટ પર ઘણા સવાલો ઉઠાવતો એક અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલમાં અમેરિકાએ કહ્યું હતું કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) એ COVID-19 મહામારીની ઉત્પતિ કેવી રીતે થઇ તેની પારદર્શિતાની સાથે તપાસ થવાથી રોકયા અને જુઠ્ઠાણા ફેલાવામાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી.

Leave a Reply

Your email address will not be published.