કોરોના મહામારીથી પીડાતા વિશ્વ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. જાણીતી અમેરિકી ફાર્મા કંપની ફાઇઝરની કોરોનાની રસી તાજેતરમાં ત્રીજા ક્લિનિકલ ટ્રાયલમાં ૯૦ ટકા સફળ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રસીની સફળતા અંગે આશા રાખવામાં આવી હતી તેના કરતાં વધારે સારાં પરિણામ મળ્યાં છે. આ ટ્રાયલ પછી પણ સ્થિતિ સામાન્ય રહી તો ટૂંક સમયમાં જ ફાઇઝરને આ રસીનું બજારમાં વેચાણ કરવા માટેની પણ મંજૂરી આપવામાં આવી શકે છે. આ મહિનાના અંત સુધીમાં જ રસી બજારમાં વેચાણ માટે આવી જશે. ફાઇઝર દ્વારા તેની પાર્ટનર કંપની બાયોએનટેક સાથે સંયુક્ત રીતે આ રસી બનાવવામાં આવી છે. સૂત્રોના મતે તેના આગળના ટેસ્ટ સફળ રહ્યા છે અને આ ટેસ્ટમાં પણ હજી કોઈ મુશ્કેલી આવી નથી.
કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે, તેમની વેક્સિનની ટ્રાયલ હાલમાં ૯૪ સંક્રમિતો ઉપર કરવામાં આવી હતી. તેમાં ૯૦ ટકા સફળતા જોવા મળી હતી. આ સંક્રમિતોમાં ઓછામાં ઓછા એક લક્ષણ હતાં અને તેમાં તેમને રાહત મળેલી જોવા મળી હતી.
૪૪,૦૦૦ લોકો ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું
સમગ્ર વિશ્વમાં ૪૪,૦૦૦ લોકો ઉપર રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી થયેલા તમામ ટ્રાયલમાં ૯૦ ટકા લોકોમાં પોઝિટિવ લક્ષણો જોવા મળ્યાં હતાં. તેમાં ક્યાંય આડઅસરો નોંધાઈ નહોતી. બીજી તરફ જાણકારો એવું પણ કહે છે કે, આ રસીના ડોઝ લીધા બાદ લોકોમાં ક્યાં સુધી અને કેટલાં પ્રમાણમાં ઈમ્યુનિટી વિકસિત થઈ છે તે કહી શકાય તેમ નથી. તેમ છતાં બધી જ રીતે રસીનું પરીક્ષણ સફળ રહ્યું તો આ મહિનાના અંત સુધીમાં રસીનું વેચાણ શરૂ થવાની શક્યતા છે.
Home International અમેરિકી ફાર્મા કંપની ફાઇઝરની કોરોનાની રસી તાજેતરમાં ત્રીજા ક્લિનિકલ ટ્રાયલમાં ૯૦ ટકા...