નડીયાદ- સમ્રગ વિશ્વ, દેશ રાજ્ય અને જિલ્લો હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનો બીજી લહેરનો સામનો કરી રહેલ છે. ત્યારે કોરોનાથી બચવા માટે કોવિડ વેક્સીન એક માત્ર ઉપાય બાકી રહ્યો છે. ખેડા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એડવોકેટ શ્રી નગીનદાસ શાહે નડીયાદમાં મિશન અર્બન સેન્ટર ખાતે વેક્સિનનો બીજો ડોઝ લેતા જણાવ્યુ હતુ કે, આ રસી કોરોનાની સામે લડત આપવા માટે ઘણી ઉપયોગી છે. સરકારના આ રસીકરણ કાર્યક્રમમાં બધાએ સહકાર આપવો જરુરી છે. રસી મુકાવી સૌ સુરક્ષીત બનો, મે તથા મારા પરિવારમા બધાએ વેક્સીન લીધી છે. અમને કોઇપણ પ્રકારની આડઅસર થઇ નથી. રસી ઘણી જ લાભદાયક છે.