અઠવાડિયાના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ ગ્રીન સિગન્લ સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 66.63 અંક એટલે કે 0.18 ટકા ઉર 38100.77ના સ્તરે ખુલ્યું હતું. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.21 ટકા એટલે કે 23.70 અંકોના વધારા સાથે 11274.25ના સ્તર પર ખુલ્યું હતું. જો કે, થોડા ઓપનિંગની થોડી મિનિટો બાદ જ સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધારેનું ગાબડું પડતાં માર્કેટમાં નિરાશાનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રી ઓપન દરમિયાન સવારે 9.10 વાગ્યે સેન્સેક્સ 166.57 અંક એટલે કે 0.44 ટકાના વધારા સાથે 38200.71ના સ્તર પર રહ્યું હતું. તો નિફ્ટી 51.20 અંક એટલે કે 0.46 ટકા ઉપર 11301.75ના સ્તર પર હતું. તો ગત કારોબારી દિવસના અંતે સેંસેક્સ 2.09ના ભારે ઘટાડા સાથે 811.68 અંક નીચે 38034.14ના સ્તરે બંધ થયું હતું. અને નિફ્ટી 2.46 ટકાના ઘટાડા સાથે 11222.20ના સ્તર પર બંધ થયું હતું.
મંગળવારે પ્રમુખ એશિયાઈ બજારોમાં પણ નિરાશા જોવા મળી છે. એસજીએક્સ નિફ્ટી 0.70 ટકા તૂટ્યો છે તો નિક્કેઈ 225 આજે પણ બંધ છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.71 ટકા અને હેંગસેંગમાં 0.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઈવાન વેટેડમાં 0.75 ટકા અને કોસ્પીમાં 1.86 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.12 ટકાનો ઘટાડો નોંધાયો છે.