Home Crime અંકલેશ્વર ના અંદાડા ની વર્ધનમ રેસીડેન્સી માં એક મકાન માં દોઢ લાખ...

અંકલેશ્વર ના અંદાડા ની વર્ધનમ રેસીડેન્સી માં એક મકાન માં દોઢ લાખ ઉપરાંત ની ચોરી

60
0

મકાન માલીક પરિવાર સાથે ધાબા ઉપર સુતા હતા
તસ્કરો રોકડ રકમ અને સોના-ચાંદી ના દાગીના મળી રૂપીયા ૧ લાખ ૬૯ હજારની માલમત્તા ની ચોરી કરી ફરાર
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે આવેલ વર્ધનમ રેસીડેન્સી માં એક મકાન ને તસ્કરો એ નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદી ના દાગીના મળી રૂપીયા ૧ લાખ ૬૯ હજાર ની ચોરી કરી ફરાર થઇ જતા તપાસ હાથ ધરી છે.



પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના અંદાડા ગામ ની વર્ધનમ રેસીડેન્સી માં મકાન નં-૫૯ માં રહેતા ગણેશ પાટીલ રાત્રી ના અરસામાં મકાન બંધ મકાન ના ધાબા ઉપર સુતા હતા તે દરમ્યાન તસ્કરો એ તેમના મકાન ને નિશાન બનાવી દરવાજા નો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપીયા ૧૪ હજાર ૧ લાખ ૫૫ હજાર ની કિંમત ના સોના-ચાંદી ના દાગીના મળી કુલ રૂપીયા ૧ લાખ ૬૯ હજારના માલમત્તા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ ચોરી અંગે ગણેશ પાટીલે અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી શહેર પોલીસે ગુન્હો નોંધી તસ્કરો નું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleમાંડવી પ્રેસ ક્લબ ઓફ માંડવી નાં હોદ્દેદારો ની વર્ણી થઈ
Next articleવાલિયા વીજ કંપની સામે કાર વીજ પોલ સાથે અથડાય બે વ્યક્તિ નો આબાદ બચાવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here