Tech

સેકન્ડ હેન્ડ ફોન યુઝર્સ માટે રિફર્બિશ્ડ સ્માર્ટપોન એટલે કે વપરાયેલ ફોન ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે……

કોવિડ 19ને કારણે હાલ લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેવામાં નવો ફોન ખરીદવાને બદલે લોકો સેકન્ડ હેન્ડ ફોન ખરીદવો વધારે પસંદ કરે છે. આવા યુઝર્સ માટે રિફર્બિશ્ડ સ્માર્ટપોન એટલે કે વપરાયેલ ફોન ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન તમને ઓનલાઈન પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે છે. પણ તેન ખરીદતાં પહેલાં તમારે થોડી ખાસ વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, નહીંતર તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

ફ્રોડથી બચો

હાલમાં લોકપ્રિય ઈ કોમર્સ વેબસાઈડ રિફર્બિશ્ડ સ્માર્ટફોન વેચી રહી છે. પણ કેટલીય એવી વેબસાઈટ છે કે જે માર્કેટ રેટ કરતાં ખુબ જ નીચા ભાવે અને ભારે ડિસ્કાઉન્ટ સાથે સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન વેચી રહી છે. તો તમારે એ જરૂરથી ચેક કરી લેવું જોઈએ કે ક્યાંક વેબસાઈટ ફ્રોડ તો નથી ને. અને જો તમે સોશિયલ મીડિયા પરથી કોઈ વ્યક્તિ પાસેથી ફોન ખરીદો છો તો પેમેન્ટ કરતાં પહેલાં તે વ્યક્તિને રૂબરૂ મળી લો. સુરક્ષાની દ્રષ્ટિએ આ ખુબ જ જરૂરી છે.

ખરીદતાં પહેલાં મિનિમમ 15 મિનિટ સુધી ફોનનો ઉપયોગ કરો

સેકન્ડ હેન્ડ ફોન ખરીદી કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે. કેમ કે, ફોન ખરીદી સમયે તેને ઓન કે ઓફ ચેક કરીને જોતાં તે બરાબર ચાલે છે. પણ ઘરે આવતાંની સાથે જ ફોનમાં કોઈ ફીચર કામ કરતું નથી. આમ સેકન્ડ હેન્ડ ફોન ખરીદતાં પહેલાં તેને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી યુઝ કરવો જોઈએ. અને દરેક ફીચરને ચેક કરવું જોઈએ. તેનાથી ફોનની પ્રોસેસિંગ ક્ષમતા, હેંગિંગની સમસ્યા અને હીટિંગ જેવી પરેશાનીઓ અંગે ખ્યાલ આવે છે.

લુક્સની સાથે પાર્ટ્સને પણ ચેક કરો

સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતાં સમયે લૂકની સાથે સાથે ફોનની બોડીને બરાબર ચેક કરી લેવી જોઈએ કે ક્યાંય તે ડેમેજ તો નથી ને. અને સાથે જ ફોનમાં આપેલાં તમામ પાર્ટ્સ જેમ કે, માઈક, સ્પીકર, કેમેરા સહિતના પાર્ટ્સ બરાબર કામ કરે છે કે નહીં તે પણ ચેક કરી લો.

બિલ અને IMEI નંબર જોવો ન ભૂલો

સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે બિલ હંમેશા ચેક કરો. બિલની ડેટ પર નજર નાખો અને IMEI નંબર ચેક કરી લો. ફોન અને બિલનો IMEI નંબર એક જ હોવો જોઈએ. IMEI નંબરને તમે ફોનમાં *#06# ડાયલ કરીને પણ ચેક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.