Home Gujarat રાજ્યભરમાં 11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશે એવી એક અફવા...

રાજ્યભરમાં 11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશે એવી એક અફવા હતી.

1
0

ગુજરાતમાં હાલ મોટા શહેરમાં સૌથી વધારે પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં 11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશે એવી એક અફવા હતી જેને લઇને હવે ખુલાસો સામે આવી ગયો છે.
ગુજરાત માં સોમવારે સવારે 5 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા સુધી કોઇપણ પ્રકારનો ગેસ પુરવઠો (Gas supply) ઉપલબ્ધ નહીં થાય તેવી વાત આખરે અફવા સાબિત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અગાઉ એવી અફવા ઊડી હતી કે ગુજરાતભરમાં રસોડાથી માંડી કારખાના સુધી જેનો આધાર એલપીજી (LPG), સીએનજી (CNG) કે પીએનજી (PNG)નો પુરવઠો બંધ રહેશે. જેથી વપરાશકર્તાઓ અને ગ્રાહકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી લેવા તાકીદ કરવામાં આવી હતી.
આ મેસેજ વાયરલ થયા બાદ રીતસરનો અફડા તફડી મચી હતી. પરંતુ હાલ તે મુદ્દે સ્પષ્ટતા થઈ ગઈ છે. જો તમને પણ આ પ્રકારનો મેસેજ કે લેટર મળ્યો હોય તો આ એક અફવા છે. દહેજમાં ગેસ પાઇપલાઇનનું મેઇન્ટેનન્સની અફવા ફેલાઈ છે. ભરૂચ ગુજરાત ગેસે આ વિશેનો ખુલાસો કર્યો છે કે, આ પ્રકારની કોઈ માહિતી અમારી પાસે નથી.
ભરૂચ ગુજરાત ગેસે આ વિશેનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની વાત માત્ર અફવા છે. ચરોતર ગેસ સહકારી મંડળીના નામે બજારમાં જે લેટર ફરતો થયો છે તે ગેર સમજણથી લેટર ઈશ્યુ થયો હોવાનું સામે આવ્યું છે. દહેજ ખાતે રૂટીન મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે, પરંતુ તે મેન્ટેનન્સથી ગેસ સપ્લાય પર કોઈ અસર નહીં થાય. દહેજ ખાતે ગેસ પાઇપલાઇનમાં સમારકામ હોવાથી ચરોતર વિસ્તારમાં ગેસ પુરવઠા પર અસર જોવા મળશે. જો કે રાજ્યમાં ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે મજબૂત નેટવર્ક હોવાથી અન્ય જગ્યાએ કોઇ અસર જોવા મળશે નહીં.
ભરૂચ ગુજરાત ગેસનો ખુલાસો
લોકોને મેસેજ વાયરલ થયા બાદ ગુજરાત ગેસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી.

Previous articleનેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડયા.
Next articleગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું આજે નિધન થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here