Home Uncategorized આ કંપનીઓમાં આઈટી સેક્ટર ની ઇન્ફોસિસ, ટીસીએસ જેવી કંપનીઓ છે, જેમણએ રોકાણકારોને...

આ કંપનીઓમાં આઈટી સેક્ટર ની ઇન્ફોસિસ, ટીસીએસ જેવી કંપનીઓ છે, જેમણએ રોકાણકારોને માલામાલ કર્યા છે.

126
0

આ કંપનીઓમાં આઈટી સેક્ટર ની ઇન્ફોસિસ ,ટીસીએસ , વિપ્રો જેવી કંપનીઓ સામેલ છે, જેમણએ રોકાણકારોને માલામાલ કર્યા છે. સાથે જ ફાઇનાન્શિયલ સેક્ટરની એચડીએફસી, એચડીએફસીબેંક, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ, ફાર્મા સેક્ટરની ડૉ. રેડ્ડીઝ, દિવીઝ લેબ અને સન ફાર્મા જેવી કપનીઓ પણ સામેલ છે. આ ઉપરાંત રિલાયન્સ, ટાઇટન અને એશિયન પેન્ટ્સે પણ રોકાણકારોને છપ્પર ફાડ વળતર આપ્યું છે.
ઇન્ફોસિસ (1.95 કરોડ રૂપિયા)
આની સ્થાપના 1981માં એન.આર. નારાયણ મૂર્તિની આગેવાનીમાં 7 એન્જિનિયરોએ કરી હતી. આની શરૂઆત 10 હજાર રૂપિયાથી થઈ હતી જે નારાયણ મૂર્તિની પત્નીએ આપ્યા હતા. એ જ વર્ષે કંપનીએ પહેલા સોફ્ટવેર ક્લાયન્ટ સાઇન કર્યા. આ કંપની હતી ન્યૂયૉર્કની ડેટા બેઝિક્સ કૉર્પોરેશન. 1987માં કંપનીએ બોસ્ટનમાં પોતાની પહેલી ઇન્ટરનેશનલ ઑફિસ ખોલી. 6 વર્ષ બાદ કંપનીએ એમ્પલોયી સ્ટોક ઑપ્શન્સની શરૂઆત કરી અને એજ વર્ષે કંપની આઈપીઓ લાવી. 199માં આ નૈસડેકમાં લિસ્ટ થનારી ભારતમાં રજિસ્ટર્ડ પહેલી કંપની બની. ભારતમાં આઈટી કંપનીની સાથે કંપનીના શેરોની કિંમતમાં અનેક ઘણો વધારો થયો અને આણે દેશમાં અનેક લોકોને કરોડપતિ બનાવ્યા. 1995માં જે રોકાણકારોએ ઇન્ફોસિસમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતુ તેની કિંમત આજે 1.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ચુકી છે.
ટીસીએસ (2.7 લાખ રૂપિયા)
ટાટા કંસલ્ટન્સી સર્વિસની સ્થાપના 1 એપ્રિલ 1968ના ટાટા સન્સની મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી કન્સલટન્સી ડિવિઝન તરીકે થઈ હતી. ટીસીએસ 2004માં લિસ્ટ થઈ હતી અને તે સમયે કંપનીમાં 10 હજાર રૂપિયાના રોકાણની કિંમત આજે 2.7 લાખ રૂપિયા છે.
વિપ્રો (36 લાખ રૂપિયા)
વિપ્રોની સ્થાપના 1945માં મોહમ્મદ પ્રેમજીએ વેજિટેબલ ઓયલ બનાવવા માટે કરી હતી. એક વર્ષ બાદ કંપની આઈપીઓ લાવી હતી અને બીએસઈ પર લિસ્ટ થઈ હતી. કંપનીને 2000માં ન્યૂયૉર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવવામાં આવી. 1995માં કંપનીમાં 10 હજાર રૂપિયાના રોકાણની કિંમત આજે 36 લાખ રૂપિયા પહોંચી ગઈ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (39.5 લાખ રૂપિયા)
આની શરૂઆત 1966માં ટેક્સટાઇલ નિર્માતા કંપની તરીકે થઈ હતી. આજે આનો બિઝનેસ પેટ્રોકેમિકલ્સ, ઑયલ એન્ડ ગેસ, રીટેલ, ટિલોકોમ અને ફાઇનાન્શિયલ સર્વિસ સુધી ફેલાયો છે. 1978માં કંપનીના આઈપીઓએ ભારતમાં ઇક્વિટી કલ્ચરની શરૂઆત કરી. તે સમયે કંપનીની માર્કેટ વેલ્યૂ 10 કરોડ રૂપિયા હતી. આજે કંપનીની માર્કેટ કેપ, 13.3 લાખ કરોડ રૂપિયા છે. 1992માં કંપનીમાં 10 હજાર રૂપિયાના રોકાણનું મૂલ્ય આજે 39.5 લાખ રૂપિયા છે.
ટાઇટન (42 લાખ રૂપિયા)
ટાઇટનની શરૂઆત ઘડિયાળ બનાવનારી કંપની તરીકે 1984માં થઈ હતી. આ ટાટા અને તમિલનાડુ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની વચ્ચે જોઇન્ટ વેંચર હતી. આ 1987માં લિસ્ટ થઈ હતી અને 1993માં આ જ્વેલરીના ફીલ્ડમાં ઉતરી. આજે કંપનીની સૌથી વધારે કમાણી જ્વેલરી સેક્શનથી થાય છે. ટાટા ગ્રુપ સમૂહની કંપનીઓમાં આની માર્કેટ કેપ ટીસીએસ બાદ સૌથી મોટી છે. 1992માં કંપનીમાં 10 હજાર રૂપિયાના રોકાણની કિંમત આજે 42 લાખ રૂપિયા છે.
એશિયન પેઇન્ટ્સ (43 લાખ રૂપિયા)
આની સ્થાપના ચાર દોસ્તોએ આઝાદીથી પહેલા કરી હતી. એશિયન પેઇન્ટ્સ પોતાના સેક્ટરની સૌથી મોટી કંપની છે. આરઆઈએલની એશિયન પેઇન્ટ્સમાં લગભગ 5 ટકા ભાગેદારી છે. 2008માં લીમન બ્રધર્સ સંકટથી કેટલાક સમય પહેલા રિલાયન્સે આ ભાગેદારી ખરીદી હતી. 1992માં કંપનીમાં 10 હજાર રૂપિયાના રોકાણની કિંમત આજે 43 લાખ રૂપિયા છે.
એચડીએફસી બેંક (37 લાખ રૂપિયા)
એચડીએફસીએ સતત દર વર્ષે 20 ટકા પ્રોફિટ આપ્યું છે. આ દેશની સૌથી મોટી ખાનગી બેંક છે. આની શરૂઆત રીટેલ ડિપોઝિટ માટે કૉર્પોરેટ સેલરી એકાઉન્ટ્સની સાથે થઈ હતી અને આજે ખૂણા ખૂણામાં આની શાખાઓ છે. બેંકમાં 1995માં 10 હજાર રૂપિયાના રોકાણની કિંમત આજે 37 લાખ રૂપિયા છે.
HDFC (20 લાખ રૂપિયા)
એચડીએફસી આજે હોમ લૉનનો પર્યાય બની ગઈ છે. આની સૌથી મોટી ખૂબી એ છે કે બેંકો સાથે સખત સ્પર્ધા છતા તેણે પોતાની લૉન ક્વોલિટીને નબળી નથી કરી. આ જ કારણ છે કે કંપનીનું ફસાયેલી લોન સૌથી ઓછી છે. 1993માં આમાં 10 હજાર રૂપિયાના રોકાણની આજે 20 લાખ રૂપિયા કિંમત છે.
બજાજ ફાઇનાન્સ (30 લાખ રૂપિયા)
જ્યારે રાહુલ બજાજે પોતાનો બિઝનેસ દીકરા રાજીવ અને સંજીવની વચ્ચે વહેંચ્યો ત્યારે નાના દીકરા સંજીવ હજાજને મુખ્ય બિઝનેસ નહોતો મળ્યો, પરંતુ સંજીવે ફાઇનાન્શિયલ સર્વિસિઝમાં ઝંડા ગાડી દીધા. આજે કંપનીની માર્કેટ કેપ 3 લાખ કરોડ રૂપિયાથી વધારે છે જે એસબીઆઈથી પણ વધારે છે. કંપનીમાં 1994માં 10 હજાર રૂપિયાના રોકાણની કિંમત આજે 30 લાખ રૂપિયા છે. આ જ રીતે બજાજ ફિનસર્વમાં 2008માં જે રોકાણકારે 10 હજાર રૂપિયા લગાવ્યા હતા આજે તેની કિંમત 2 લાખ રૂપિયા છે.
ડૉ. રેડ્ડીઝ (2.2 કરોડ)
ડૉ. રેડ્ડીઝ 1991માં લિસ્ટ થઈ હતી. આ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થનારી પહેલી ડ્રગ કંપનીમાંથી એક છે. આની સ્થાપના અનિલ રેડ્ડી અને તેમના સાથીઓએ 1984માં કરી હતી. 1991માં આમાં 10 હજાર રૂપિયાના રોકાણની આજે 2.2 કરોડ રૂપિયા કિંમત છે.
દિવિજ લેબ (47 લાખ રૂપિયા)
આની સ્થાપના 1990માં મુરલી દિવીએ ડૉ. રેડ્ડીઝથી અલગ થયા બાદ કરી હતી. આ દુનિયામાં જેનરિક એપીઆઈ બનાવનારી સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. કંપનીમાં 2003માં 10 હજાર રૂપિયાના રોકાણની આજે 47 લાખ રૂપિયા કિંમત છે.
સન ફાર્મા (31 લાખ રૂપિયા)
આની સ્થાપના દિલીપ સિંઘવીએ 1983માં કેટલાક હજાર રૂપિયાથી કરી હતી. આ 1994માં લિસ્ટ થઈ હતી અને આજે દુનિયાની ચોથી સૌથી મોટી જેનરિક દવા કંપની છે. કંપનીએ અનેક કંપનીઓના અધિગ્રહણની સાથે પોતાના પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું. 1994માં કંપનીમાં 10 હજાર રૂપિયાના રોકાણની કિંમત આજે 31 લાખ રૂપિયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here