Home NRI કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને સ્પેશિયાલિટી એચ-૧બી વિઝા માટે સ્પોન્સર કરવા ઇચ્છતી અમેરિકી આઇટી કંપનીઓનો...

કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને સ્પેશિયાલિટી એચ-૧બી વિઝા માટે સ્પોન્સર કરવા ઇચ્છતી અમેરિકી આઇટી કંપનીઓનો આ રીતે મોટો કાનૂની વિજય.

86
0

અમેરિકી અપીલ કોર્ટે કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને એચ-૧બી વિઝા મંજૂર કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અમેરિકામાં આ અપીલ કોર્ટ નાઇન્થ સર્કિટને નામે ઓળખાય છે. કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને સ્પેશિયાલિટી એચ-૧બી વિઝા માટે સ્પોન્સર કરવા ઇચ્છતી અમેરિકી આઇટી કંપનીઓનો આ રીતે મોટો કાનૂની વિજય થયો છે. આઇટી કંપનીઓ વર્ષ ૨૦૧૭ના અમેરિકી સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન ર્સિવસીઝ (યુએસસીઆઇએસ)ના નિર્ણયને કોર્ટમાં પડકારીને લડત આપી હતી. અપીલ કોર્ટે હવે એચ-૧બી વિઝા માટે કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને વિશેષ વ્યવસાય તરીકે માન્યતા ના આપવાના વર્ષ ૨૦૧૭ના યુએસસીઆઇએસના નિર્ણયને એકપક્ષી ઠેરવ્યો છે. અમેરિકી આઇટી કંપનીઓ હવે સ્પેશિયાલિટી એચ-૧બી વિઝા હેઠળ કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને હંગામી સમય માટે અમેરિકામાં ઇમિગ્રેશન માટે સ્પોન્સર કરી શકશે.
અપીલ કોર્ટે ઇન્નોવા સોલ્યુશન દ્વારા અપીલની સુનાવણી હાથ ધરતાં આ ચુકાદો આપ્યો હતો. ઇન્નોવા સોલ્યુશને કોમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે તેણે નોકરીએ રાખેલા ભારતીય નાગરિકને યુએસસીઆઇએસ દ્વારા વિઝા આપવા ઇનકાર કરતાં કોર્ટમાં અપીલ કરી હતી.
નવા નિયમો મુજબ અમેરિકી નોકરીદાતાએ કર્મચારીને એચ-૧બી વિઝા માટે કર્મચારીને સ્પોન્સર કરતી વખતે સૈદ્ધાંતિક અને વ્યવહારુ રીતે તે પુરવાર કરવાનું રહે છે કે જે પદ માટે વિઝા ધારકની વરણી થયેલી છે તે પદે સેવા બજાવવા ઉચ્ચ કૌશલ્યની જરૂર હોય છે. યુએસસીઆઇએસ આ નિયમ પાલન માટે મહદ અંશે શ્રમ વિભાગની ઓક્યુપેશન્લ આઉટલૂક હેન્ડબુક પર આધારિત રહેતી હોય છે. યુએસસીઆઇએસે એમ કહીને ઇન્નોવાની એચ-૧બી વિઝા માટેની અરજી ફગાવી હતી કે કંપની તે પુરવાર કરવામાં નિષ્ફળ ગઇ છે કે કોમ્પ્યૂટર પ્રોગ્રામરનું પદ ઉચ્ચ કૌશલ્યની જરૂરિયાત ધરાવે છે.
અમેરિકી જિલ્લા કોર્ટે તો યુએસસીઆઇએસએ લીધેલા નિર્ણયને યોગ્ય ઠરવ્યો હતો. તેને પગલે ઇન્નોવા સોલ્યુશને નાઇન્થ સર્કિટ કોર્ટમાં અપીલ કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here