ભારતનો મહત્ત્વનો સાથી અને મિત્ર દેશ હોવાનો દાવો કરતો રશિયા ભારતના વિરોધને અવગણીને વધુ એક વખત પાકિસ્તાનની સાથે સંયુક્ત લશ્કરી યુદ્ધાભ્યાસ કરવા જઈ રહ્યો છે. રશિયાના સ્પેશિયલ ર્ફોિસસની એક ટુકડી ગુરુવારે પાકિસ્તાની સેનાના મુખ્યાલય રાવલપિંડીમાં પહોંચી ગઈ હતી. રશિયાની સેના પાકિસ્તાનમાં લગભગ બે અઠવાડિયા સુધી રહેશે. લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ છે ત્યારે આ યુદ્ધાભ્યાસ થઈ રહ્યો છે.
પાકિસ્તાનની સેના દ્વારા એક ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, પાકિસ્તાન અને રશિયાની વચ્ચે આ પાંચમો સંયુક્ત લશ્કરી યુદ્ધાભ્યાસ છે. આ યુદ્ધાભ્યાસને ડ્રઝબા નામ આપવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ આતંકવાદનો સામનો કરવાના બંને દેશોની સેનાઓના અનુભવોને એકબીજાની સાથે વહેંચવાનો છે. આ યુદ્ધાભ્યાસમાં સ્કાય ડાઇવિંગ અને બંધકોને છોડાવવા જેવી કવાયત સામેલ છે.
Home International પાકિસ્તાન અને રશિયાની વચ્ચે આ પાંચમો સંયુક્ત લશ્કરી યુદ્ધાભ્યાસ છે.,આ યુદ્ધાભ્યાસને ડ્રઝબા...