Apple જ્યારથી સ્માર્ટફોનની દુનિયામાં પ્રવેશ્યું છે ત્યારથી એક બાદ એક તેણે અનેક રેકોર્ડ બનાવ્યા છે. અને મોંઘાદાટ ફોન હોવા છતાં પણ લોકો આઈફોન લેવા માટે પડાપડી કરતાં હોય છે. તેવામાં આ વર્ષે દુનિયાના ટોપ 10 સેલિંગ સ્માર્ટફોનમાં એપ્પલે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ટોપ 10ના આ લિસ્ટમાં એપ્પલના જ 5 આઈફોનનો સમાવેશ થાય છે. તો જાણો દુનિયાના ટોપ 10 સેલિંગ સ્માર્ટફોન કયા કયા છે.
1. Apple આઇફોન 11
એપલે 2020ના પહેલા ભાગમાં 37.7 મિલિયન આઇફોન 11 હેન્ડસેટ્સ વેચ્યા હતા. હાલમાં આ સ્માર્ટફોન ભારતમાં 64,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે.
2. સેમસંગ ગેલેક્સી A51
સેમસંગે 11.4 મિલિયન ગેલેક્સી A51 હેન્ડસેટ્સ વેચ્યા છે. આ સ્માર્ટફોને વિશ્વમાં સૌથી વધુ વેચાણ કરનારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન તરીકે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
3. શાઓમી રેડમી નોટ 8
શાઓમી રેડમી નોટ 8ના 11 મિલિયન સ્માર્ટફોનના વેચાણમાં છે. આ સ્માર્ટફોન 12,799 રૂપિયાના પ્રારંભિક ભાવે ઉપલબ્ધ છે.
4. શાઓમી રેડમી નોટ 8 પ્રો
ચોથો સૌથી વધુ વેચાણ કરતો આ સ્માર્ટફોન ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. શાઓમી દ્વારા તેને ગેમિંગ સ્માર્ટફોન તરીકે બજારમાં મુકવામાં આવ્યો હતો.
5. એપ્પલ આઇફોન SE
Appleના એન્ટ્રી લેવલ આઇઓએસ સ્માર્ટફોનના 7.7 મિલિયન વેચાણ થયું છે. ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 37,900 રૂપિયા છે.
6. Apple આઇફોન XR
2019નો સૌથી લોકપ્રિય સ્માર્ટફોનનું 2020માં પણ સૌથી વધુ વેચાણ જોવા મળ્યું છે. આ સ્માર્ટફોન 47,500 રૂપિયાના પ્રારંભિક ભાવે ઉપલબ્ધ છે.
7. આઇફોન 11 પ્રો મેક્સ
ટોચના 10 સૌથી વધુ વેચનારા સ્માર્ટફોનની યાદીમાં ચોથો આઇફોન છે. આઇફોન 11 પ્રો મેક્સના વેચાણમાં 7.7 મિલિયનનો વધારો થયો છે. આ સ્માર્ટફોનની ટોચની કિંમત 1,11,600 રૂપિયા છે.
8. શાઓમી રેડમી 8A
શાઓમીનો સૌથી સસ્તA સ્માર્ટફોન 7.3 મિલિયનનું વેચાણ કરી ચૂક્યું છે. સપ્ટેમ્બર 2019માં લોન્ચ થયેલ સ્માર્ટફોન 7,499 રૂપિયામાં ભારતમાં ઉપલબ્ધ છે
9. શાઓમી રેડમી 8
આ એક અન્ય શાઓમી સ્માર્ટફોન છે જેનું વેચાણ 6.8 મિલિયન વેચાણ થયું છે. આ ડિવાઇસ 9,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
10. Apple આઇફોન 11 પ્રો
રિપોર્ટ પ્રમાણે આઇફોન 11 પ્રોનું વેચાણ 6.7 મિલિયન હતું. ભારતમાં આ સ્માર્ટફોન 1,06,600 રૂપિયામાં વેચાય છે.