Home South-Gujarat વાલિયા ગામે મીઠા પાણી બનનાર ત્રણ સંપ અને પમ્પનું ખાત મુહૂર્ત કરાયું.

વાલિયા ગામે મીઠા પાણી બનનાર ત્રણ સંપ અને પમ્પનું ખાત મુહૂર્ત કરાયું.

9
0

૬૦ લાખના ખર્ચે ત્રણ સંપ અને પમ્પનું ખાત મુહૂર્ત કરતા તાલુકા પંચાયત પ્રમુખ
વાલિયા વોટર વર્કસ ખાતે સાંસદ મનસુખ વસાવાના પ્રયત્નો થી ૬૦ લાખના ખર્ચે તૈયાર થનાર મીઠા પાણીના સંપ અને પંપનું ખાત મુહૂર્ત તાલુકા પંચાયત પ્રમુખ સેવતું વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
વાલિયા ગામની જનતાને મીઠા પાણીની સુવિધા મળી રહે તે માટે સંસદ મનસુખભાઈ વસાવાની ભલામણ થી કરજણ ડેમ આધારિત મીઠા પાણીની યોજના હેઠળ વાલિયા ગામમાં ત્રણ સંપ અને ત્રણ પંપ હાઉસ તૈયાર કરવા માટે ૬૦ લાખ મંજુર કરવામાં આવ્યા છે જેનું વાલિયા વોટર વર્કસ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવાના હસ્તે ખાત મુહુર્ત કરવા આવ્યુ હતુ આ પ્રસંગે તાલુકા ભાજપ ના પ્રમુખ પૃથ્વીસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વસાવા, ગ્રામ પંચાયતના સભ્યો અને વાલિયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleમાળિયાના હરીપર નજીક રેલ્વે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી એક બાજુનો રોડ બંધ. કચ્છ હાઈવે ઉપર ટ્રાફિકજામ વાહનો ના થપપા લાગ્યા
Next articleઅંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ને વેન્ટિલેટર અર્પણ કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here