Business

કોરોનામાં સારી નોકરી શોધીને થાકી ગયા છો? તો ગૂગલે લોન્ચ કરી તમારા માટે જબરદસ્ત એપ

કોરોના સંકટમાં લોકોની નોકરી અને ધંધો ખોરવાઈ ગયો છે. લાખો લોકો હાલમાં નોકરી શોધવા માટે બજારમાં આંટાફેરા કરી રહ્યા છે. એવામાં ઓનલાઈન જોબ સર્ચમાં ભારે વધારો થઈ રહ્યો છે. જો તમે પણ નોકરી શોધવામાં લાગેલા હોય તો ગૂગલે એક એપ લોન્ચ કરી છે કોરમો જોબ્સ (Kormo Job) જે તમારી મદદ કરી શકે છે. ઈન્ડોનેશિયા અને બાંગ્લાદેશ બાદ હવે ગૂગલે ભારતમાં પણ આ એપ લોન્ચ કરી છે. જો કે ગયા વર્ષે પણ લોન્ચ કરવામાં આવી હતી પણ હવે ગૂગલે રીબ્રાન્ડિગ કરીને ફરીથી ઉપલબ્દ કરી છે.

ગૂગલની આ એપ (Kormo Job) પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપમાં તમને અલગ અલગ નોકરી મળી શકે છે. એપ ડાઉનલોડ કરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમે તમારી આવડત પ્રમાણે નોકરી શોધી શકો છો. ગૂગલના કહેવા પ્રમાણે આ એપ નોકરી શોધવામાં મદદ કરશે એ સાથે જ આ એપમાં બિઝનેસ સાથે જોડાયેલા લોકો પણ હાજર છે. આ એપમાં હાલના સમયે 20 લાખથી વધારે વેરિફાઈડ નોકરી છે.

ગયા વર્ષે ગૂગલે પોતાની પેમેન્ટ એપ Google Pay પર જોબ્સ સ્પોટ સેક્શનથી ભારતની બજારોનાં કારમો જોબ્સનો નવો અનુભવ પેશ કર્યો હતો. ગૂગલે એવો પણ દાવો કર્યો છે કે આ જોબ સ્ટોપથી જ ઓનલાઈન ફૂડ ડિલેવરી કંપની જોમેટો અને ડંજો (Dunzo)એ નોકરિયાતો શોધ્યા હતા. હવે આ એપને બીજી વાર પેશ કરવામાં આવી રહી છે.

કોરોમો જોબ્સના રિઝનલ મેનેજર બિકી રસેલએ કહ્યું કે કોરોના સંકટને કારણે લોકોની જોબ સર્ચની રીતમાં ઘણો બદલાવ આવ્યો છે. આવી સ્થિતિમાં કંપનીએ એપ્લિકેશનમાં રીમોટ ઇન્ટરવ્યુ ફીચર પણ ઉમેર્યું છે. તેમણે કહ્યું કે અમે તેમાં નવી સુવિધાઓ અને નોકરીઓ સાથે રોકાણ કરવાનું ચાલુ રાખીશું જેથી યુઝર્સ સુવિધાનો પૂરો લાભ લઈ શકે.

Leave a Reply

Your email address will not be published.