Home South-Gujarat ભરૂચ જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ ૨૧૦૩૧૯ નાગરિકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા

ભરૂચ જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ ૨૧૦૩૧૯ નાગરિકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા

43
0

વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં વિનામૂલ્યે કોરોના રસીકરણના કાર્યક્રમ યોજાઇ રહયાં છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવામાં આવ્યું છે. જિલ્લામાં સો ટકા રસીકરણ થાય તે માટે વહિવટીતંત્ર દ્વારા જિલ્લામાં રસીકરણ કાર્યક્રમો તથા લોકજાગૃતિ કેમ્પોનું આયોજન કરી લોકોને રસી લેવા માટે સમજાવવામાં આવી રહયા છે.

જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાની સીધી દેખરેખ હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સુદ્દઢ આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લામાં રસીકરણની કામગીરીને ઝુંબેશરૂપે ઉપાડીને કોરોના સંક્રમણ વધતુ અટકે તેની તકેદારી રાખવા લોકોને જાગૃત કરવા માટે સ્થાનિક સરપંચ, તલાટી,આશા/હેલ્થ વર્કર બહેનો, શાળાના આચાર્ય, દૂધ મંડળીના પ્રમુખો, આગેવાનો સાથે સતત મીટીંગો કરવામાં આવી રહી છે. ઉપરાંત વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ, આરોગ્ય ટીમો સામાજિક, રાજકિય/શૈક્ષણિક, ધાર્મિક આગેવાનોને સાથે રાખીને લોકોમાં કોરોના રસીકરણને લઈને રહેલ ગેરસમજ, ડર અને અફવાઓને દુર કરવાના પ્રમાણિક પ્રયાસો કરીને આ મહામારીને નાથવા રસીકરણની અનિવાર્યતા, ફાયદા,માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અંગે લોકોને ગામેગામ અને ઘરેઘરે જઈને સતત સમજાવવામાં આવી રહ્યા છે.


પરિણામ સ્વરૂપ ભરૂચ જિલ્લામાં આજ દિન સુધી કુલ ૨૧૦૩૧૯ નાગરિકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. જે પૈકી જંબુસર તાલુકામાં ૧૪૭૫૪ આમોદ તાલુકામાં ૮૬૭૩, વાગરા તાલુકામાં ૧૪૬૬૪, ભરૂચ તાલુકામાં ૫૮૫૭૫, અંકલેશ્વર તાલુકામાં ૫૪૮૨૫, ઝધડીઆ તાલુકામાં ૨૦૨૦૪, વાલીયા તાલુકામાં ૧૪૦૭૪, હાંસોટ તાલુકામાં ૧૧૯૯૦, અને નેત્રંગ તાલુકામાં ૧૨૫૬૦ મળી કુલ- ૨૧૦૩૧૯ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દુલેરા દ્વારા જણાવાયું છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleકોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સધન બનાવવા જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ શાહમીના હુસેનની હિમાયત
Next articleમાળીયા હાટીના માં કાળનો પડાવ 24 કલાક માં કુલ 8 ના મોત,ગામ માં અરેરાટી મચી ગઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here