ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 539 કેસ નોંધાયા હતા. જ્યારે આજે છેલ્લા થોડા દિવસોથી કોરોનાનાં દર્દીઓની મોતની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓનાં મોત કોરોનાને કારણે થયા હતા. જ્યારે આજે ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 535 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 26737 થયો છે. અને મોતનો કુલ આંક 1639 અને ડિસ્ચાર્જનો કુલ આંક 18702 પર પહોંચ્યો છે.