Home Kheda (Anand) આજે ડાકોર નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સ ને સન્માન પત્ર આપવામાં...

આજે ડાકોર નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સ ને સન્માન પત્ર આપવામાં આવ્યા

20
0

આજે ડાકોર નગરપાલિકા ની સમાન્યસભા માં નગરપાલિકા ના સફાઈ કર્મીઓ કોરોના વોરિયર્સ ના સન્માન પત્ર આપવા માં આવ્યા જેમાં ડાકોર નગરપાલિકા ના ચૂંટાયેલા સભ્યો અને પાલિકા પ્રમુખ તથા શહેર પ્રમુખ ના વરદ હસ્તે વિતરણ કરવા માં આવ્યા હતા..


હાલ દેશમાં ચાલી રહેલા દોરો ના વાયરસ covid-19 ની મહામારી સામેની સંઘર્ષની લડાઈમાં આપે દિવસ રાત જોયા વગર તેમજ ઘર-પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવેલ છે. તેમજ સરકારી ફરજ નું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. સમાજના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. આપે જો ઉમદા ફરજ બજાવેલ છે જે ખરા અર્થમાં સરાહનીય છે. આપના દ્વારા આપવામાં આવેલ સેવાના કારણે નગરજનો ને કોરોના વાયરસની મહામારીથી સુરક્ષિત રાખી શક્યા. આપણે આ ઉમદા સેવા, રાષ્ટ્રભક્તિ માટે ડાકોર શહેર વતી અમો આપને અભિનંદન પાઠવીએ છીએ તેમજ આપની સેવા માટે અમો સદૈવ આપના આભારી રહીશું.


ભગવાન શ્રી રણછોડરાયજી આપને તથા આપના પરિવારને નીરોગી અને દીર્ધાયુ રાખે તેવી પ્રાર્થના સહ…


Previous articleપીજ ચોકડી નજીક બે કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા પાંચના મોત
Next articleગુજરાતના ખેડૂતો માટે જાણવા જેવા સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી, 98 ડેમો હાઇએલર્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here