Home Bollywood આજે ભારતમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે., જ્યારે ગત...

આજે ભારતમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે., જ્યારે ગત કારોબારી સત્રમાં તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

118
0

આજે ભારતમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ગત કારોબારી સત્રમાં તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર આજે સોનું વાયદા 0.4 ટકા વધીને 51532 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જ્યારે ચાંદી વાયદા 0.6 ટકા વધીને 68350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. ગત સત્રમાં સોનાના વાયદાનો ભાવ એક ટકા એટલે કે 500 રપિયા સુધી ઘટી ગયો હતો, જ્યારે ચાંદી 1.5 ટકા એટલે કે 1050 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સુધી ઘટી દઈ હતી. ગત મહિને 56200ની ઊંચાઈ પર પહોંચ્યા બાદ ભારતમાં સોનાની કિંમતોમાં સતત વધ ઘટ જોવા મળી રહી છે.
આ વર્ષની શરૂઆતથી દુનિયાભરમાં કેન્દ્રીય બેંકો અને સરકારો દ્વારા ઉઠાવેલાં પગલાંઓ વચ્ચે ભારતમાં સોનાની કિંમતોમાં લગભગ 30 સુધી વધી ગઈ છે. દુનિયાની સૌથી મોટી ગોલ્ડ સમર્થિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, એસપીડીઆપર ગોલ્ડ ટ્રેડેડ ફંડ, એસપીડીઆર ટ્રસ્ટે કહ્યુ કે તેની હોલ્ડિંગ શુક્રવારે 0.4 ટકા વધીને 1248.00 ટન થઈ ગઈ છે.
ભારતમાં સોનાંની ડીલરોએ સતત ચોથા અઠવાડિયે છૂટની ઓફર આપી છે, કેમ કે શ્રાદ્ધની અવધિ શરૂ થવાને કારણે માગમાં ઘટાડો આવ્યો છે. આવું એટલા માટે કેમ કે, શ્રાદ્ધ દરમિયાન સોનું ખરીદવું અશુભ મનાય છે. ચીન બાદ ભારત સોનાનું બીજું સૌથી મોટું ખરીદદાર છે. ભારતમાં સોના પર 12.5 ટકાનો ઈમ્પોર્ટ ટેક્સ અને 3 ટકા જીએસટી લાગે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here