હળવદમાં કોરોના ની કપરી પરિસ્થિતિમાં 24 કલાક દિનરાત નિસ્વાર્થભાવે દરિદ્રનારાયણની સેવા કરતા એવા હળવદના સેવાભાવી યુવાનો તરવૈયા ખ્યાતનામ ડૉ.મિલનભાઈ માલમપરા નો આજરોજ જન્મદિવસ છે ડૉ. મિલનભાઈ પોતાના જીવન સફર ના 40 વર્ષ પુરા કરી અને 41 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે
અને હળવદ માં છેલ્લા 16 વર્ષ થી પ્રેક્ટિસ કરી અને દર્દી નારાયણ ના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે તેમને પરિવાર માંથી જ સ્વાધ્યાય પરિવાર ના સંસ્કાર મળ્યા છે ડૉ. મિલનભાઈ રોટરી કલબ હળવદ ના સ્થાપક સભ્ય માના એક છે અને હળવદ માં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા માં પણ તેઓ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે કોરોના કાળ માં પણ પાટીદાર કોવિડ સેન્ટર માં દરેક સમાજ ના કોરોના ગ્રસ્ત દર્દીઓ ની નિઃશુલ્ક સારવાર કરી સેવાકાર્ય માં નિમિત બન્યા હતા હળવદ માં હજારો વૃક્ષ વાવી અને પર્યાવરણ ના જતન માં નિમિત બની રહ્યા છે શ્રી રામ ગૌશાળા માં પણ વિશેષ સેવાઓ આપી રહ્યાં છે આમ ડૉ. મિલનભાઈ હળવદ માં વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યો માં અગ્રેસર રહી અને નિમિત બની રહ્યા છે જેના થકી ખૂબ મોટી નામના પ્રાપ્ત કરી છે ત્યારે બહોળા પ્રમાણ માં મિત્ર વર્તુળ ધરાવતા ડૉ મિલનભાઈ બી. માલમપરા ને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98793 08090 પર મિત્રો શુભેચ્છકો સોસીયલ મીડિયા ના માધ્યમ થી અને રૂબરૂ મળી શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે.
મયુર રાવલ હળવદ