Home Gujarat ગુજરાત વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ છે. આજે ગૃહમાં 4 સરકારી વિધેયક...

ગુજરાત વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ છે. આજે ગૃહમાં 4 સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે….

33
0

ગુજરાત વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ છે. આજે ગૃહમાં 4 સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે. જે 4 વિધેયક પસાર કરવાના છે તેમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ વિધેયક, સ્મોલ કોઝ કોર્ટ કાયદા ગુજરાત સુધારા વિધેયક, ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા સુધારા વિધેયક અને રજિસ્ટ્રેશન ગુજરાત સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આ સિવાય ગુજરાત વિધાનસભાના વિવિધ અહેવાલો રજૂ કરવામાં આવશે. આત્મનિર્ભર યોજના અંગે પણ આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી જવાબ આપશે. ખાનગી સ્કૂલમાં ફીનો મુદ્દો પણ ગૃહમાં ઉઠશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે બપોરે 12 વાગે વિધાનસભાના ચોથા દિવસની કામગીરી શરૂ થશે. આજે 12 વાગ્યાથી શરૂ થતા ગૃહની કામગીરીમાં ટૂંકી મુદ્દતના પ્રશ્નોથી બેઠકની શરૂઆત થશે. અમદાવાદ અને રાજકોટમાં આત્મનિર્ભર યોજના સંદર્ભે મુખ્યમંત્રી ગૃહમાં જવાબ આપશે. સરકાર દ્વારા યોજનાને લઈ આપવામાં આવેલી સહાય બાબતે પણ વિસ્તૃત માહિતી આપશે. ખાનગી સ્કૂલોમાં ફીનો મુદ્દો પણ ગૃહમાં ઉઠશે. ધારાસભ્ય ઇમરાન ખેડવાળા આ મુદ્દો રજૂ કરવાના છે. ખાનગી સ્કૂલમાં ફી ઘટાડાના ટૂંકી મુદ્દતના પ્રશ્ન પર શિક્ષણ મંત્રી જવાબ રજૂ કરશે. આ સિવાય ગુજરાત વિધાનસભાના વિવિધ એહેવાલો પણ રજૂ થશે.
ગુજરાત વિધાનસભામાં આજે મહત્વપૂર્ણ 4 બિલો રજૂ કરવામાં આવશે. ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ વિધેયક, સ્મોલ કોઝ કોર્ટ કાયદા ગુજરાત સુધારા વિધેયક, ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા સુધારા વિધેયક અને રજિસ્ટ્રેશન ગુજરાત સુધારા વિધેયક રજૂ થશે. આજે સ્મોલ કોઝ કોર્ટ કાયદા વિધેયક વિધાનસભામાં રજૂ થશે જેમાં પ્રેસિડેન્સી સ્મોલ કોઝ કોર્ટ અધિનિયમ 1882 અને 1887 પ્રોવેન્શિયલ સ્મોલ કોઝ કોર્ટના કાયદામાં સુધારો થશે. અત્યાર સુધી દંડની જોગવાઈ દસ લાખ રુપિયા હતી, જે 25 લાખ સુધીનો વધારો કરાશે. સ્મોલ કોઝ કોર્ટમાં દીવાની જજના સંવર્ગથી નીચેના સંવર્ગના દીવાની જજ દંડ કરી શકશે. રૂપિયાનું ખરીદ મૂલ્ય ઘટતાં અને સ્થાવર મિલકતના મૂલ્યમાં વધારો થતાં આ વિધેયકમાં સુધારો થશે.
રજીસ્ટ્રેશન ગુજરાત સુધારા વિધેયક પણ આજે વિધાનસભામાં રજૂ થશે. 1908ના મુખ્ય કાયદામાં સુધારો કરાશે. કેન્દ્રીય અધિનિયમની કલમ 34ની પેટા કલમ 1 માં સુધારો થશે. કેન્દ્રીય અધિનિયમમાં મિલકતના માલિકી હકની તપાસ માટેની જોગવાઈ ના હોવાથી સુધારો કરાશે. સુધારાથી અનઅધિકૃત વ્યક્તિઓને મિલકત પર ખોટા માલિકી હક ઉભા કરવાથી અટકાવી શકાશે.
આ સિવાય આજે ગુજરાત યુનિવર્સિટી સુધારક વિધેયક વિધાનસભામાં રજૂ થશે. વિધેયકમાં ગુજરાત કૃષિ યુનિ અધિનિયમ 2004 અને કામધેનુ યુનિ અધિ 2009માં સુધારા થશે. રાજયકૃષિ યુનિ રહેલા કેટલીક કોલેજો પોલીટેકક્નિક અને સંશોધન કેન્દ્રોને કામધેનુંમાં તબદીલ કરાશે.


Previous articleકોરોના વાયરસની રસી 100 ટકા પરિણામ દેખાડે તે બાબત ખુબ જ મુશ્કેલ છે. શ્વસન તંત્ર સાથે સંબંધિત બિમારીઓ માટે બનેલી કોઈ પણ વેક્સીન 100 ટકા અસરકારક નથી હોતી..
Next articleસુરતના ટેકસટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here