ડાકોર માં સતત કોરોના નો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે.
જેમાં આજે પણ વધુ 5 લોકો ને કોરોના ચોંટ્યો છે જેમાં નીચે મુજબ ના વિસ્તાર નો સમાવેશ થાય છે.
૧) નવા પુરા
૨) ડુંગરા ભાગોળ
૩) કુડેશ્વરી માતા
૪) સુર્યા નગર સોસાયટી
૫) પુનિત પાર્ક ની બાજુ ની સોસાયટી.
આ ડાકોર ના વિસ્તાર માં પાછલા ચોવીસ કલાકમાં પાંચ કેસ વધુ પોઝિટિવ આવ્યા છે. ડાકોર ની ઘણીબધી ખડકી ઓ અત્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન માં છે.
જેમાં હવે આ ઉપર જણાવેલ પાંચ વિસ્તાર નો પણ સમાવેશ થઈ ચૂક્યો છે .
તમામ વિસ્તારો ને હાલ સેનેતાઇઝ કરવા માં આવ્યા છે.
ડાકોર ની જનતા ને હવે જાગૃત થવાની જરૂર છે જો કોરોના ને ખરેખરમાં ડાકોરમાં થી નાથવો હોય તો સંપૂર્ણપણે પોતાની જાતને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરી શક્ય હોય એટલું ઘરની બહાર નીકળવાનું ટાળી ને કોરોના વધુ આગળના વકરે એના માટે દરેક જાણે માત્ર પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે.
એકબીજાથી દૂરી બનાવી રાખીને દરેક જણ પોતાની જવાબદારી સમજીને નિયમો નું પાલન કરે તો આપ ડાકોર માંથી કોરોના ભગાડી શકાશે.
🙏🙏🙏 365 Day News 🙏🙏🙏
