Home Gujarat અમદાવાદ, બેંગ્લુરૂ, કોલકાતા સહિતની ટોપમોસ્ટ આઈઆઈએમમાં ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યૂં માટે...

અમદાવાદ, બેંગ્લુરૂ, કોલકાતા સહિતની ટોપમોસ્ટ આઈઆઈએમમાં ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યૂં માટે કોલ લેટર આવે તેવી શક્યતા.

22
0

બિઝનેસ મેનેજમેન્ટના શ્રેષ્ઠતમ અભ્યાસક્રમ શીખવતી દેશભરની ટોપમોસ્ટ આઈઆઈએમમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૯મી નવેમ્બરે લેવાયા બાદ ગઈકાલે રિઝલ્ટ જાહેર થયું છે.
૧૦૦ પર્સન્ટાઈલ મેળવવામાં ગુજરાતના એક પણ વિદ્યાર્થી સફળ થયા નથી. પરંતુ ૯૯.૯૮ પીઆર સાથે વડોદરાનો મિત રાજ્યમાં પ્રથમ સ્થાને હોવાનું જાણવા મળે છે. હવે આગામી સમયમાં દરેક આઈઆઈએમ દ્વારા ઉમેદવારોને ઈન્ટરવ્યૂં માટે કોલ લેટર મોકલવાનું શરૂ થશે.
દેશમાં ૧૯ આઈઆઈએમની ૪,૫૦૦ સીટ અને અન્ય ખાનગી બિઝનેસ સ્કૂલોની ૮,૦૦૦ સીટ મળી આશરે ૧૨,૫૦૦ કરતા વધુ સીટ માટે કેટ લેવાઈ હતી. દેશમાં કુલ ૨,૨૭,૦૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે ગત વર્ષ કરતા થોડી ઓછી છે. ગુજરાતમાંથી આશરે ૭,૫૦૦ થી ૮,૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ કેટ આપી હતી.
તેમાંથી અમદાવાદ, બેંગ્લુરૂ, કોલકાતા સહિતની ટોપમોસ્ટ આઈઆઈએમમાં ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યૂં માટે કોલ લેટર આવે તેવી શક્યતા છે. તે સિવાય ૫૦૦ થી ૭૦૦ વિદ્યાર્થીઓને દેશની સારી ગણાતી બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ મળે તેવી પૂરી શક્યતા છે.
ગુજરાતમાં નિરમા યુનિવર્સિટી, પીડીપીયુ, અદાણી યુનિવર્સિટી, ઈરમા, માઈકા પણ કેટનો સ્કોર માન્ય રાખે છે અને તેના આધારે એડમિશન આપે છે. જેથી એમબીએ કરવા માગતા અને એન્જિનિયરિંગ સિવાયની ફેક્લ્ટીના વિદ્યાર્થી હશે તેને એડમિશન મળવાના ચાન્સ વધુ છે.
એન્જિનિયરિંગ સિવાયની ફેક્લ્ટીના વિદ્યાર્થીને પ્રવેશ માટે તક
આઈઆઈએમમાં એડમિશનની પ્રક્રિયામાં થોડો બદલાવ છેલ્લા બે વર્ષથી થયો છે. કેટ આપવામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ ૭૦ થી ૭૫ ટકા રહે છે. તેના કારણે આ કેટેગરીના વિદ્યાર્થીઓનું કટઓફ ઊંચું જ રહે છે. પરંતુ અન્ય ફેક્લ્ટીના વિદ્યાર્થીઓ પણ આવે તે હેતુથી ઝૂઓલોજી, બોટનીના વિદ્યાર્થીઓનો ઓછો સ્કોર હોય તેમને પ્રવેશ મળે તેવું બની શકે છે.
કોમર્સના વિદ્યાર્થીઓ ઓછા હોય અને મેડિકલનું બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ પણ ઓછા હોય છે. તેના કારણે આ વિદ્યાર્થીઓનો કેટમાં ઓછો સ્કોર છતાં પ્રવેશ મળી શકે છે. અલબત્ત છેલ્લે અન્ય ફેક્લ્ટીના વિદ્યાર્થી મળે નહીં તો દરેક સંસ્થાને ઈજનેરીના વિદ્યાર્થી જ લેવા પડે છે તે પણ હકીક્ત છે.


Previous articleહવામાન ખાતાએ આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ગગડે અને ઠંડી વધે તેવી આગાહી કરી.
Next articleમધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ કહ્યું કે તેમણે નક્કી કર્યું છે કે તેઓ અત્યરે કોરોના વેક્સીન લેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here