GUJARAT

મોરબી ના માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત.

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી છે, ત્યારે આજે વહેલી સવારે મોરબી (Morbi)ના માળીયા ફાટક (Maliya) નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર સહિત ચાર લોકોના મોત થયા છે. મૃત્તક વ્યક્તિઓ ચારેય રાજસ્થાનના હોવાનું ખુલ્યું છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મોરબીના માળીયા ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકની અડફેટે એક બાઈક આવી ગઇ હતી. જેમા રાજસ્થાનના મોરબી આવેલા ચાર વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે તેને લેવા આવેલા વ્યક્તિને પણ ઈજાઓ થતાં સારવાર અર્થે પ્રથમ મોરબી બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટનામાં રાજસ્થાનના જે ચાર વ્યક્તિઓ ભોગ બન્યા છે, તેમાં તેજારામ વખતારામ ગામેતી (ઉ.વર્ષ- 17), શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -19), સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -18) અને મનાલાલ ઉમેંદજી કળાવા (ઉ.વ.19) – શિવજીભાઈ પ્રતાપભાઈનો સાળો છે.

આ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટનાની નોંધ લીધી છે. આ ઉપરાંત મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી છે. આ ચારેય યુવાનોના અકસ્માતમાં મોત કરીને નાસી છુટેલા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.