Home India તૃણમૂલ કોંગ્રેસ ના બળવાખોર નેતા સુવેંદુ અધિકારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ...

તૃણમૂલ કોંગ્રેસ ના બળવાખોર નેતા સુવેંદુ અધિકારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની પશ્ચિમ બંગાળ ખાતેની રેલીમાં શામેલ.

43
0

તૃણમૂલ કોંગ્રેસ ના બળવાખોર નેતા સુવેંદુ અધિકારી આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની પશ્ચિમ બંગાળ ખાતેની રેલીમાં શામેલ થયા હતાં. સુવેંદુ અધિકારીને સ્ટેજ પર અમિત શાહની બાજુમાં જ બેસાડવામાં આવ્યા હતાં. આ દરમિયાન ભાજપ ના હજારો કર્યકર્તાઓએ સુવેંદુ સરકારનું ગ્રાંડ વેલકમ કર્યું હતું.
રેલી દરમિયાન અધિકારી વિધિવત રીતે ભાજપમાં શામેલ થયા હતાં. અહેવાલ પ્રમાણે અધિકારી ઉપરાંત રેલી દરમિયાન એક સાંસદ (Former PM), એક પૂર્વ સાંસદ અને 10 જેટલા ટીએમસીના ધારાસભ્યો (TMC MLA) ભાજપમાં શામેલ થઈ શકે છે.
મમતા બેનરજીના તદ્દન નજીકના, TMCમાં મમતા પછી નંબર ટુ તરીકે ઓળખાતા અને પ્રદેશના પરિવહન મંત્રી સુવેંદુ અધિકારીએ થોડા દિવસ પહેલા જ ટીએમસી સાથે છેડો ફાડ્યો હતો. અધિકારીના ભાઈ અને પીતા ટીએમસીમાંથી સાંસદ છે. હાલ તો તેમણે આ મામલે કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો છે પણ માનવામાં આવે છે કે, તે બંને પણ ટૂંક સમયમાં જ ભાજપમાં શામેલ થઈ શકે છે.
ટીએમસીએ આપી દીધું હતું રાજીનામું
સુવેંદુ સરકાર મમતા બેનરજી સકારમાં પરિવહન મંત્રી હતાં. તેમણે 27 નવેમ્બરે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. એવા અહેવાલ હતાં કે, ભાજપના ટોચના નેતૃત્વ સાથે સંપર્ક સાધ્યા બાદ જ સુવેંદુ સરકારે પોતાનું રાજીનામું આપી દીધું હતું. સુવેંદુ ઉપરાંત ટીએમસીના સંખ્યાબંધ નેતાઓ ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે.
સુવેંદુ સરકારે ટીએમસી છોડવા પાછળનું મુખ્ય કારણ તેમને હાંસિયામાં ધકેલીને મમતા બેનરજીના ભત્રીજાને આગળ કરવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવે છે.


Previous articleનાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આગામી બજેટને લઇને એક મહત્વપૂર્ણ વાત કરી.
Next articleકોંગ્રેસ પાર્ટીને એક પછી એક ચૂંટણીમાં મળતી હારથી પાર્ટીમાં ભયંકર અસંતોષનું વાતાવરણ ફેલાયેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here