Astrology

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કરીલો આ ઉપાય, જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે, અજમાવી જુઓ

જ્યોતિષ શાસ્ત્રમાં મુશ્કેલીઓથી છુટકારો મેળવવા અને પરિવારની સમૃદ્ધિ માટે કેટલાક અસરકારક ઉપાય આપ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો વ્યક્તિ આ ઉપાયો કરવામાં આવે તો મુશ્કેલીઓ જીવનમાંથી સમાપ્ત થાય છે અને સુખ અને શાંતિ આવે છે. ચાલો જાણીએ કેટલાક ઉપાય વિશે …

દરરોજ સવારે તમારી હથેળી જુઓ
દરરોજ સવારે ઉઠ્યા પછી તમારી હથેળી જોવી જોઈએ અને તે પછી તમારા હથેળીઓને તમારા ચહેરા પર ફેરવો. આનાથી પોઝિટીવ એનર્જી આવશે. માન્યતા છે કે હથેળીના અગ્રભાગે માં લક્ષ્મી, વચ્ચેના ભાગે સરસ્વતી અને કાંડા પર ભગવાન વિષ્ણુનું સ્થાન હોય છે. આથી સવારે હથેળીઓને જોવી શુભ માનવામાં આવે છે.

ગાયને પહેલી રોટલી ખવડાવો
દરરોજ સવારે જમવાનું બનાવવામાં આવે ત્યારે ગાયને પ્રથમ રોટલી ખવડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં રહેતા તમામ દેવી દેવતાઓ આનાથી પ્રસન્ન થાય છે. ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે. ગાયની પૂજા કરવાથી તમારી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

કીડીયારૂ પૂરો
ખાંડમાં મિશ્રિત લોટ કીડીઓનો ખવડાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ કરવાથી તમારા નસીબને બદલવામાં મદદ કરે છે. મનોકામના સિદ્ધ થાય છે. કિસ્મત બદલાઈ જાય છે અને ભાગ્યોદય થાય છે.

દેવતાઓને પુષ્પો અર્પણ કરો
ઘરની પૂજામાં દેવી દેવતાઓને ફૂલો અર્પણ કરવા જોઈએ. ધ્યાનમાં રાખો કે ફૂલો તાજા હોવા જોઈએ. વાસી ફૂલોનો પૂજામાં ઉપયોગ ન કરશો. સાચા મનથી પૂજા કરવાથી અને પુષ્પો અર્પણ કરવાથી માનવ જીવનના અવરોધો દૂર થાય છે.

સવારે ઘરની સફાઈ કરો
એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી એવા ઘરોમાં રહે છે જ્યાં હંમેશાં સ્વચ્છતા રહે છે. તેથી દરરોજ સવારે ઘરને સાફ કરો.

માછલીઓને ખોરાક આપો
તમારા ઘરની આજુબાજુ તળાવ, નદી અથવા લેક હોય ત્યાં જઇને દરરોજ માછલીઓને લોટની ગોળીઓ ખાવા માટે આપો. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એક ખૂબ જ સરળ રીત છે. પક્ષીઓને દાણા, ગાયને ચારો અને ગરીબોને ભોજન કરાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે.

માતાપિતાના આશીર્વાદ લો
જ્યારે પણ ઘરની બહાર નીકળો વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈને જ નીકળો. આ કરવાથી પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ થશે. ખરાબ ગ્રહ દશા હશે તો સુધરશે. સારા પરિણામની પ્રાપ્તી થશે.

Leave a Reply

Your email address will not be published.