અમેરિકામાં કેપિટલ બિલ્ડીંગ માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના સમર્થકો દ્વારા હિંસાને કારણે સોશિયલ મીડિયા અને અન્ય ટેક કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. હિંસા બાદ ટ્વીટરે ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું. આ એકાઉન્ટમાં ટ્રમ્પના 8.9 કરોડ ફોલોઅર્સ હતા. આ ઘોષણા બાદ ટ્વીટરના શેરમાં સોમવારે 12 ટકાનો કડાકો બોલાયો હતો. અને તેને કારણે કંપનીને 5 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.
ટ્વીટરે આશંકા વ્યક્ત કરી કે અમેરિકી રાષ્ટ્રપતિ આગળ પણ હિંસા ભડકાવે છે. ટ્રમ્પે કહ્યું કે, તે નજીકના ભવિષ્યમાં પોતાનું પ્લેટફોર્મ તૈયાર કરશે અને ચૂપ નહીં રહે. ટેક કંપનીઓ અને ખાસ કરીને સોશિયલ મીડિયા કંપનીઓ પર આ જોખમ વધી રહ્યું છે કે ગત અઠવાડિયાની ઘટના બાદ અમેરિકી સંસદ તેમના પર સકંજો કસી શકે છે.
ફેસબૂકને પણ લાગ્યો ઝટકો
કેપિટલ બિલ્ડીંગ પર થયેલ હુમલાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ હતી અને તેના માટે યોજના બનાવવામાં આવી છે. તેવામાં ટ્વીટર અને ફેસબૂક જેવી કંપનીઓને આપવામાં આવેલી સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. ફેસબુકે પણ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું. જેના કારણે તેના શેરમાં પણ સોમવારે 4 ટકાનો ઘટાડો આવ્યો હતો.
એપલ, એમેઝોન ઉપર પણ અસર જોવા મળી
સેનફ્રાન્સિસ્કોમાં ટ્વીટરની હેડ ઓફિસની બહાર વિરોધ થયો, જો કે તેને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. કેમ કે કર્મચારીઓ એક વર્ષથી ઘરેથી કામ કરી રહ્યા છે. એપલ, એમેઝોન, આલ્ફાબેટના શેરમાં પણ બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
Home International અમેરિકામાં કેપિટલ બિલ્ડીંગ માં ડોનાલ્ડ ટ્રમ્પ ના સમર્થકો દ્વારા હિંસા બાદ ટ્વીટરે...