Home Crime judgement-બાંધણીની કિશોરીને ભગાડી જઈ ગેંગરેપ ગુજારનાર બે ભાઈઓને આજીવન કેદ

judgement-બાંધણીની કિશોરીને ભગાડી જઈ ગેંગરેપ ગુજારનાર બે ભાઈઓને આજીવન કેદ

86
0

ટ્રક ડ્રાઈવર-ક્લીનર અને મહિલાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકાયા : કિશોરીને ભગાડીને હરિયાણા ખાતે લઈ જઈ અજય ભોઈ અને રમેશભાઈ ભોઈએ વારાફરથી દુષ્કર્મ ગુજાર્યું હતુ : જિલ્લા સરકારી વકીલ એન. પી. મહિડા, મદદનીશ સરકારી વકીલ જે.એચ.રાઠોડની દલિલો તેમજ પુરાવાના આધારે સજાનો હુકમ કરતાં ન્યાયાધીશ જી. એચ. દેસાઈ


પેટલાદ તાલુકાના બાંધણી ગામે રહેતી એક કિશોરીને સવા વર્ષ પહેલા અપહરણ કરીને હરિયાણા ખાતે લઈ જઈને સામુહિક દુષ્કર્મ ગુજારવાના કેસમાં આણંદની એડિશનલ સેશન્સ કોર્ટે બે ભાઈઓને તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે જોધપુર હાઈવે પર ટ્રકની કેબિનમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર ટ્રકના ડ્રાયવર અને ક્લીનર તેમજ મદદગારી કરનાર મહિલાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.


ભોગ બનનારને ૫ લાખ રૂા. વળતર પેટે ચૂકવવા પણ હુકમ

ધી પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ રૂલ્સ-૨૦૨૦ના નિયમ ૯ (૨) મુજબ ભોગ બનનાર કિશોરીને વળતર પેટે ૫ લાખ ચુકવવા પણ કોર્ટે હુકમ કર્યો હતો. અગાઉ જો ભોગ બનનારને વળતર પેટે આ કોર્ટ તરફથી વચગાળાની રકમ ચુકવવામાં આવેલ હોય તો તે રકમ બાદ કર્યા બાદની રકમ નિયમ મુજબ ભોગ બનનારને મળી રહે તે હેતુથી ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી, આણંદને ચુકાદાની એક નકલ મોકલી આપવા ચુકાદામાં નિર્દેશ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર બાંધણી ગામે રહેતી એક ૧૬ વર્ષ, ૪ માસ અને ૮ દિવસની ઉંમર ધરાવતી કિશોરીને ગત ૧૨-૧૦-૨૦ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે ભોઈ વાસમાં રહેતા અજયભાઈ ઉર્ફે અજલો જયંતિભાઈ ભોઈ અને રમેશભાઈ ઉર્ફે લાલો જયંતિભાઈ ભોઈએ લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવીને અપહરણ કર્યું હતુ અને ત્યાંથી હરિયાણાના બહલ્લા ખાતે લઈ જઈને બન્નેએ અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ. થોડા દિવસો બાદ અજય કિશોરીને આણંદ નજીક આવેલા બાકરોલ ગામના ભોઈવાસ ખાતે રહેતા પોતાના સગા ફોઈ રેખાબેન રમેશભાઈ ભોઈને ત્યાં લઈ આવ્યો હતો. આ તરફ મહેળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ થવા પામ્યો હતો અને પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. જેથી રેખાબેને અજય ઉર્ફે અજલાને ૨૦૦ રૂપિયા આપીને કિશોરીને લઈ પાછા હરિયાણા જતા રહેવા માટે જણાવ્યું હતુ.

જેથી અજય ઉર્ફે અજલો કિશોરીને લઈને મહેસાણા પહોંચ્યો હતો અને ત્યાંથી ટ્રક નંબર આરજે-૧૯, જીબી-૬૬૩૬માં તારીખ ૨૭-૧૧-૨૦ના રોજ બેસીને હરિયાણા જવા નીકળ્યા હતા. દરમ્યાન રાત્રીના સુમારે ટ્રક પાલી, જોધપુર હાઈવે પરથી પસાર થતી હતી ત્યારે ટ્રક ક્લીનર ભવરૂરામ ઉર્ફે ભોલુરામ જોગારામ રાયકા અને ડ્રાયવર બાબુલાલ લીખ્મારામ પ્રજાપતિ (રે. બન્ને રાજસ્થાન)એ અજયને દારૂ પીવડાવીને બન્નેએ કિશોરી ઉપર વારાફરથી સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતુ. ત્યારબાદ બન્નેને હાઈવે પર ઉતારી દઈને ટ્રક લઈ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ અજય કિશોરીને લઈને પુન: હરિયાણાના બહલ્લા ખાતે પહોંચ્યો હતો જ્યાં ચાર દિવસ સુધી રમેશભાઈ સાથે મળીને ફરીથી વારાફરથી તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતુ. ત્યારબાદ તેણીને વાસદ ખાતે રહેતી પોતાની બહેનને ત્યાં લાવીને ચાર દિવસ સુધી ફરીથી સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતુ. મહેળાવ પોલીસે આ અંગે અજય ઉર્ફે અજલો , રમેશભાઈ ઉર્ફે લાલા અને મદદગારી કરનાર ફોઈ રેખાબેન ભોઈને ગત ૧૭-૧૨-૨૦ના રોજ ઝડપી પાડ્યા હતા. જ્યારે ભવરૂરામ ઉર્ફે ભોલુરામ અને બાબુલાલ પ્રજાપતિની ગત ૬-૨-૨૧ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા તમામ વિરૂધ્ધ પુરતા પુરાવાઓ મળી આવતા આ અંગે બે અલગ-અલગ ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કર્યા હતા. આ કેસ આણંદના સ્પેશ્યલ જજ અને એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યા હતા. જ્યાં ફરિયાદ પક્ષ તરફથી ઉપસ્થિત રહેલા જિલ્લા સરકારી વકિલ એન. પી. મહિડા તેમજ મદદનીશ સરકારી વકિલ જે. એચ. રાઠોડે દલિલો કરતાં જણાવ્યું હતુ કે, ભોગ બનનાર કિશોરીને લગ્ન કરવાની લાલચ આપીને હરિયાણા ખાતે ભગાડી જઈને બન્ને ભાઈઓએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતુ. ત્યાથી પરત બાકરોલ આવીને પુન: હરિયાણા જતી વખતે રસ્તામાં ટ્રક ડ્રાયવર અને ક્લીનરે પણ કિશોરી ઉપર સામુહિક જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. જે ભોગ બનનારની જુબાની તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી ફલિત થાય છે. સમાજમાં કિશોરી અને સગીરાઓને લગj કરવાની લાલચ આપીને ભગાડીને લઈ જાતીય અત્યાચાર ગુજારવાના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા અપીલ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૧૮ સાહેદો તપાસ્યા હતા અને ૬૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. ન્યાયાધિશ જી. એચ. દેસાઈને બન્ને પક્ષોની દલિલો સાંભળી હતી તેમજ zપુરાવાઓનું અધ્યયન કરીને અજયભાઈ ઉર્ફે અજલો જયંતિભાઈ ભોઈ અને રમેશભાઈ ઉર્ફે લાલો જયંતિભાઈ ભોઈને તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજા તેમજ બન્નેને ૧૭-૧૭ હજાર રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ ૮-૮ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જયારે મદદગારી કરનાર રેખાબેન અને ડ્રાયવર તેમજ ક્લીનરને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here