Crime

કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા “રેમડેસિવીર” ઇન્જેક્શનનોનું કાળા બજારી કરતા બે ઇસમોને કુલ-૦૯ “રેમડેસિવીર” ઇજેક્શનો સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

હાલમાં ચાલતી કોરોના મહામારીમાં લપેટમાં આવેલા અમુક ગંભીર દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ “રેમડેસિવીર” ઇજેક્શન આપવામાં આવે છે જેથી આ “રેમડેસિવીર” ઇન્જેક્શન ની વધતી માંગના લીધે કાળા બજારી શરૂ થઇ ગયેલ કે કાળાબજારી રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા આ ઇન્જેક્શનની અમુક ફીક્સ કિંમત અને વેચાણનું સ્થળ નક્કી કરવામાં આવેલ છે જેથી આ ઇન્જેક્શનનો સરળતાથી મળી રહે અને કાળા બજારી સદતંર બંધ રહે જે અનુંસંધાને પોલીસમહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણપટેલ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા ઉપરોક્ત “રેમડેસિવીર” ઇન્જેક્શનનોનું કાળા બજારી તથા અન્ય આરોગ્યલક્ષી સેવાઓ બાબતે ભરૂચ જીલ્લા એલ.સી.બી./ એસ.ઓ.જી તથા તમામ પોલીસ અધિકારીઓને વિશેષ ધ્યાન આપી ગુનાહીત જણાઇ આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ

જે અનુંસંધાને જે.એન. ઝાલા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એલ.સી.બી.ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલની પ્રવર્તમાન પરિસ્થીતીમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અનુંસંધાને અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલંન્સથી મળેલ માહીતી આધારે એક ફોરવ્હીલ આઇ-10 ગાડી નં.GJ-16-CN-0993 માં બે ઇસમોને “રેમડેસિવીર” ઇન્જેક્શનનંગ-૦૨તથા રોકડા રૂપિયા ૧,૭૭,૦૦૦/- સાથે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં ગટુ વિધાલય, જોગસપાર્કની સામેથી ઉંચી કિંમતે વેચાણ કરવા જતા ઝડપી પાડેલ અને તેઓની વધુ પુછરપછ કરતા આ ઇજેક્શનપોતે નેત્રંગના ડો. સિધ્ધાર્થ મહીડા પાસેથી કાળા બજારી કરવા મેળવેલ આ ઉપરાંત અગાઉ પણ ઘણા ઇજેક્શનો મેળવી આ ઇજેક્શનો ૧૭,૦૦૦/- થી ૨૦,૦૦૦/- ના ભાવમાં વેચી દીધેલાની કેફીયત આપેલ છે અને ૦૭ ઇન્જેક્શનો ઘરે મુકી રાખેલની માહીતી અધારે આરોપીના ઘરેથી વધુ ૦૭ ઇન્જેક્શનો કબ્જે કરી બંને આરોપી વિરૂધ્ધ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. ગુ.ર.નં પાર્ટ “એ” ૦૫૪૦/૨૦૨૧ આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ૭(૧)(એ)(ii) તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ તથા ઇ.પી.કો.કલમ ૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરી પકડાયેલ આરોપીઓ એ ઇન્જેક્શનો કેવી રીતે મેળવ્યા ?કોને વેચાણ કર્યા ?અને કોને વેચાણ આપવાના હતા ?જે વિગેરે મુજબની તપાસ ભરૂચ SOG કરી રહેલ છે અને આગામી દિવસોમાં પણ આવા કાળાબજારી કરતા અસામાજીક તત્વોને ઝડપી પાડવા ભરૂચ પોલીસ સક્રીય છે.

પકડાયેલઆરોપીઓ

(૧) રાઘવેન્દ્રસીંગ S/O મલખાનસીંગ છોટેસીંગ ગૌર રહેવાસી હાલ- બી/૧૦૩, ગાર્ડનસીટી, કોસમડી
તા.અંકલેશ્વર જી.ભરૂચ
(૨) ઋષંક S/O મુકેશભાઇ બાબુલાલ શાહ રહેવાસી.પ્લોટ નંબર-૨૦૩૦, સજ્જન ઇન્ડીયાકોલોની સામે
ગોપાલ ડેરીની ગલીમા, જલધારા ચોકડી પાસે, જીઆઇડીસી અંકલેશ્વર

કબ્જેકરેલમુદ્દામાલ

(૧) “રેમડેસિવીર” ઇન્જેક્શનનંગ-૦૯ કિંમત રૂપિયા- ૧૮,૫૯૬/-
(૨) અંગ ઝડતીના રોકડા રૂપીયા ૧,૭૭,૦૦૦/- (“રેમડેસિવીર” ઇન્જેક્શનો ઉંચા ભાવે વેંચી મેળવેલ નાંણા)
(૩) આઇ-10ગાડીનંબર-GJ-16-CN-0993કિંમત રૂ.૫,૦૦,૦૦૦/-
(૪) અંગઝડતીના મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિં રૂ. ૭,૧૫,૫૯૬/-

જનતા જોગ અપીલ

હાલની પ્રવર્તમાન પરિસ્થીતી મુજબ કોવીડ-૧૯ ની મહામારીમાં પ્રશાશન તનતોડ મહેનત કરી રહેલ છે પરંતુ અમુક અસામાજીક તત્વો દ્વારા જરૂરીયાતમંદ લોકો પાસે આરોગ્યલક્ષી સેવાની જરૂરીયાતનો ફાયદો ઉઠાવી “રેમડેસિવીર” ઇન્જેક્શન તથાઓક્સિજનની કાળાબજારી કરતા અસામાજીક તત્વો ઉપર વૉચ રાખી સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જો આવા કાળાબજારી કરતાની હકિકત આપના ધ્યાને આવે તો અત્રે જીલ્લા પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. ભરૂચ જીલ્લા પોલીસની જનતાને વિનંતી છે કે ફરજીયાત માસ્ક પહેરો, સોશિયલ ડીસ્ટન્સ જાળવો, રાત્રી કર્ફ્યુનું પાલન કરો અને સ્વયંશિસ્ત જાળવી ભરૂચ જીલ્લાને કોવીડ સંક્રમણથી બચાવવામાં મદદ કરો.

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ

જે.એન.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. ભરૂચ, પો.સ.ઇ. એ.એસ. ચૌહાણ , પો.સ.ઇ. કે.એચ.સુથાર , પો.સ.ઇ. એસ.વી. ચુડાસમા , એ.એસ.આઇ. કનકસિંહ , પ્રદીપભાઇ , અ.હે.કો. ચેતનસિંહ , ચંદ્રકાન્તભાઇ , સંજયદાન , દીલીપભાઇ , દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.