Home NRI આફ્રિકા નાં મોમ્બાસાનાં દરિયામાં ડૂબી જવાથી બે કચ્છી યુવાન નાં મોત.

આફ્રિકા નાં મોમ્બાસાનાં દરિયામાં ડૂબી જવાથી બે કચ્છી યુવાન નાં મોત.

79
0

આફ્રિકા નાં મોમ્બાસાનાં દરિયા માં ડૂબી જવાથી બે કચ્છી યુવાન (Kutchi young Man)નાં મોત નીપજતા હાલાઈ પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. તો માંડવી તાલુકા (Mandvi taluka)ના નાગલપુર ગામ (Nagalpur Village)માં શોકનું મોજું ફરી વળ્યું હતું. આફ્રિકાના મોમ્બાસાના દરિયામાં ડૂબતા મોત થયું છે. કેન્યા (Kenya)થી પરિવાર (Family) સાથે મોમ્બાસા ફરવા ગયા હતા. મૂળ માંડવીના નાગલપરના વતની હતા. કન્સ્ટ્રક્શન વ્યવસાય (Construction business) અર્થે કેન્યા સ્થાયી થયા હતા.
માંડવી તાલુકાનાં નાગલપર ગામનાં મૂળ વતની શામજી મનજી હાલાઈ ઉ.વ 40 અને ક્રાંતિ પ્રેમજી હાલાઈ કે જેઓ કન્ટ્રક્શનનાં વ્યવસાય અર્થે કેન્યા સ્થાઈ થયા છે. તેઓ તેમનાં પરિવાર સાથે કેન્યાથી ડિસેમ્બર એન્ડિંગની રજા માણવા આફ્રિકાનાં મોમ્બાસમાં ગયા હતા, જ્યાં ગઈકાલે મંગળવારનાં દરિયામાં નહાવા પડેલા આ બંન્ને કચ્છી યુવાન કાંતિ પ્રેમજી હાલાઈ અને શામજી મનજી હાલાઈ દરિયામાં ગરકાવ થઈ જતાં ત્યાં હાજર તેમનાં પરિવાર, પત્ની અને બાળકો સહિત હતપ્રભ બની ગયો હતો.
સ્થાનિક લોકોએ બોટ દ્વારા હાથ ધરેલી શોધખોળનાં અંતે બન્ને યુવાનોની લાશ દરિયામાંથી કાઢી હતી. તે બન્ને યુવાનની લાશને કેન્યા ખાતે લઈ જવાયા બાદ આજે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હતભાગી શામજી મનજીને સંતાનમાં ત્રણ પુત્રી અને ક્રાંતિ પ્રેમજી હાલાઈને બે પુત્ર છે. આ પરિવાર ઉપર આભ ફાટવાની સાથે માંડવી તાલુકાના નાગલપર ગામે પણ શોકનું મોજું ફરી વળ્યું હતું..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here