Home Crime અંકલેશ્વર ના ત્રણ રસ્તા સર્કલ પાસે પાર્ક કરેલ અલ્ટો કાર ના કાચ...

અંકલેશ્વર ના ત્રણ રસ્તા સર્કલ પાસે પાર્ક કરેલ અલ્ટો કાર ના કાચ તોડી બે લેપટોપ ની ચોરી

11
0

ગઠિયો ૪૨ હજાર ના બે લેપટોપ અને હાર્ડ ડીસ ની ચોરી કરી
શહેર પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વર શહેર ના ત્રણ રસ્તા સર્કલ પાસે સાંજ ના અરસામાં ગઠિયાઓ પાર્ક કરેલ અલ્ટો કાર ના કાચ તોડી ૪૨ હજાર ના બે લેપટોપ ની ચોરી કરી ફરાર થઇ જતાં શહેર પોલીસે તપાસ હાથ ધરી છે


પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ની મારૂતીધામ સોસાયટીમાં રહેતા નિખિલ કુમાર અશોકભાઈ માસ્ટર પોતાની અલ્ટો કાર લઇ અંકલેશ્વર ખાતે આવ્યા હતા તેઓ એ સાંજ ના અરસામાં કાર ને શહેર ના ત્રણ રસ્તા સર્કલ પાસે શાક માર્કેટ સામે પાર્ક કરી મોબાઈલ શોપ માં મોબાઈલ જોવા ગયા હતા તે દરમ્યાંન ગઠિયો કાર નો કાચ તોડી પાછળ ની શીટ ઉપર મુકેલ બે લેપટોપ અને હાર્ડડિસ તેમજ અગત્ય ના દસ્તાવેજો ની ચોરી કરી ફરાર થઇ ગયો હતો બનાવ સંદર્ભે નિખિલ માસ્તરે રૂપીયા ૪૨ હજાર ની કિંમત ના લેપટોપ અને હાર્દડીસ ની ચોરી અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleરાયસીંગપુરાના બે અનાથ બાળકોનું મુખ્ય મંત્રી દ્વારા સન્માન કરી સહાયના હુકમ અપાયા
Next articleમાંડવી પ્રેસ ક્લબ ઓફ માંડવી નાં હોદ્દેદારો ની વર્ણી થઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here